Gujarat high court Image

HC strict on cleanliness: સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવાય નહીં; હાઇકોર્ટનું કડક વલણ

HC strict on cleanliness: ગિરનાર પર્વત પર ગંદકી મામલે હાઇકોર્ટે જૂનાગઢ મનપાને ફટકારી નોટિસ

અમદાવાદ, 03 ફેબ્રુઆરી: HC strict on cleanliness: જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં દાખલ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના સુનાવણી કરતા હાઈકોર્ટે જૂનાગઢ઼ મનપાને આદેશ આપ્યો કે ગિરનાર પર્વત પર તત્કાલ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે.

હાઈકોર્ટે પ્લાસ્ટિક સહિતની ગંદકીની તાત્કાલ સફાઈ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સરકારે હાઈકોર્ટને ઠપકો આપતા કહ્યું કે તમારે શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લેવો જોઈએ. આ સાથે હાઇકોર્ટે એ પણ જણાવ્યું કે સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવાય નહીં. હાઇકોર્ટે ચીફ સેક્રેટરી, જૂનાગઢ મનપા અને જૂનાગઢ કલેક્ટરને નોટિસ ફટકારી છે.

આ કેસમાં હાઈકોર્ટમાં પિટીશન દાખલ થઈ હતી.જેમાં પ્રાકૃતિક સ્થળો પર પ્લાસ્ટિકથી ફેલાતી ગંદકીને કારણે નુકસાન થતુ હોવાની રજૂઆત કરાઈ હતી. જેમાં ગિરનાર પરના અંબાજી મંદિર તેમજ દત્તાત્રેય મંદિરની આસપાસ વધુ ગંદકી હોવાની રજૂઆત કરાઈ હતી. તેને તાત્કાલીક ધોરણે ગંદકી દૂર કરવા અંગે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat metro recruitment: ગુજરાત મેટ્રોમાં નોકરી કરવી છે…? જાણો કેવી રીતે કરવાની અરજી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો