Health education seminar

Health & education seminar: આંબાઘાટા ગામે સ્લમ વિસ્તાર મા શિબિર નું આયોજન

Health & education seminar: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવાવાસ ના અડેરણ સેન્ટર મા આંબાઘાટા ગામે સ્લમ વિસ્તાર મા શિબિર નું આયોજન કરાયું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 માર્ચ:
Health & education seminar: આજ રોજ તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો નિશાબેન ડાભી ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવાવાસ ના અડેરણ સબસેન્ટર મા આંબાઘાટા ગામે સ્લમ વિસ્તાર મા શિબિર નું આયોજન કરવામાં આવ્યું

શિબિર મા આંબાઘાટા ગામ ના સ્લમ વિસ્તાર માથી કવોરી વિસ્તાર મા કામ કરતા મંજુર પરિવાર ને બોલાવી આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય ની સેવાઓ અંગે સવિસ્તાર સમજાવ્યા

આ વિસ્તાર ના લોકો(લાભાર્થીઓ) આરોગ્ય વિભાગ ના રસીકરણ અને અન્ય આરોગ્ય લક્ષી સેવાઓ લેવા મા અરુચિ અને અવિશ્વાસ દાખવતા હતા મમતા દિવસ મા રસીકરણ માટે વારંવાર બોલાવા છતાં રસી લેવા આવતા ન હતા જેથી આ જ વિસ્તાર મા ફી.હે.વ. તરીકે ફરજ બજાવતા ચેતનાબેન સેનમા અને ભારતીબેન અને સમુબેન આશા એ અલગ અલગ ચાર જગ્યાએ શિબિર ગોઢવી સગર્ભા માતા ને ચણા ગોળ અને મગ નું વિતરણ કર્યું.

કુપોષિત બાળકો ને ચણા અને ગોળ નું વિતરણ કર્યું તથા અતિ ગરીબ પરિવાર ના કે જેમના વાલી હયાત નથી તેવા બાળકો ને એક એક જોડી કપડાં આપી આરોગ્ય ની સેવાઓ અને રસીકરણ નો લાભ લે તે માટે સમજાવ્યા…

આ કાર્યક્રમ નું સફળ માર્ગદર્શન અને સંચાલન અડેરણ સબ સેન્ટર ના ફી.હે.વ. ચેતનાબેન સેનમા દ્વારા કરવામાં આવેલ

આ પણ વાંચો:Ambaji prasad fake news: અંબાજી ધામ માં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા સમાચાર માત્ર અફવા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો