oversleeping 620x330 1 edited

હેલ્થ ટિપ્સઃ વધારે પડતી ઊંઘથી રહે છે જોખમી! જાણો ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ લેવી

oversleeping 620x330 1 edited

હેલ્થ ટિપ્સ, 10 જાન્યુઆરીઃ ઘણા લોકો જોયા હશે ગમે ત્યારે ઊંઘી શકે, અને ગમે તે જગ્યા ઊંઘ આવી જાય જ્યાં સુધી કોઇ ઉઠાડે નહીં ત્યાં સુધી તે સુતા જ રહે. પરંતુ આ વધુ પડતુ ઊંઘ જોખમી બની શકે છે. વઘારે પડતી ઊંઘ જેને ઓવર સ્લિપિંગ કહેવમાં આવે છે. અનેક સંશોધનમાં એ વાત સામે આવી છે કે, જરૂરિયાતથી વધારે ઊંઘ લેવાથી બ્રેન સ્ટ્રોકનો ખતરો 23 ટકા સુધી વધી જાય છે. તો જે લોકો મિડડે નેપ 90 મિનિટથી વધારે લે છે, તેમનામાં આ ખતરો 25 ટકા સુધી વધી જાય છે.

Whatsapp Join Banner Guj

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે, સૂવા માટે 8 થી 9 કલાકની ઊંઘ પર્યાપ્ત હોય છે. તો મગજને રિફ્રેશ કરવા માટે અડધા કલાકની મિડ ડે નેપ પણ પૂરતી હોય છે. તેનાથી વધારે ઊંઘ લેવાથી જાડાપણું, ડાયાબિટીસ, આળસ, ડિપ્રેશન, હાર્ટ પ્રોબ્લમ્સ, થાયરોઈડ, માથાના દુઃખાવો અને યાદશક્તિ નબળી પડવી જેવી તમામ સમસ્યાઓ પણ થઈ શકે છે.

  • કંઈ ઉંમરમાં કેટલી ઊંઘ લેવી જોઈએ
  • 3 વર્ષના બાળક માટે 15 થી 17 કલાક
  • 11 મહીનાના બાળક માટે 12 થી 15 કલાક
  • 1 થી 2 વર્ષના બાળક માટે 11 થી 14 કલાક
  • 6થી 13 વર્ષના બાળક માટે 9 થી 11 કલાક
  • 14 વર્ષની ઉંમર બાદ સામાન્ય વ્યક્તિ માટે 7 થી 9 કલાક

આ પણ વાંચો…
ભૂલથી પણ કોઇને આ વસ્તુઓ ભેટમાં ન આપો, થઇ શકે મોટુ નુકસાન