89961 istock 871610664 edited scaled

ભૂલથી પણ કોઇને આ વસ્તુઓ ભેટમાં ન આપો, થઇ શકે મોટુ નુકસાન

89961 istock 871610664 edited scaled

જ્યોતિષ ડેસ્ક, 10 જાન્યુઆરીઃ અત્યારે લગ્ન, સગાઈ, બર્થડેથી લઈને તમામ પ્રસંગ પર ગીફ્ટ આપવામાં આવે છે. દરેક લોકો ગીફ્ટને હંમેશા શ્રેષ્ઠ હેતુથી જ આપે છે. સારો હેતુ હોવા છતા કેટલીક ગીફ્ટ સંબંધોમાં ખટાસ ઉત્પન્ન કરે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલીક વસ્તુ કોઈને ગીફ્ટમાં આપવાથી નેગેટિવ પ્રભાવ પડે છે. જોકે, આ વસ્ચુને પોતાના ઘર માટે સ્વયં ખરીદવામાં કોઈ સમસ્યા થતી નથી. તો આવો જાણીએ આવી કેટલીક વસ્તુઓ વિશે જે ક્યારેય કોઈને પણ ગીફ્ટ કરવી જોઈએ નહી.

ધારવાળી વસ્તુ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, ધારદાર વસ્તુ જેવી કે, ચાકુ, કાતર, તલવાર વગેરે વસ્તુઓને પણ ગીફ્ટમાં આપવી જોઈએ નહી. તેન ગીફ્ટ કરવાથી બે લોકોના અરસપરસના સંબંધમાં તકરરા વધે છે.

Whatsapp Join Banner Guj

ભગવાનની મૂર્તિ
સામાન્ય રીતે ભગવાનની મૂર્તિ શુભનું પ્રતીક છે. તેથી આજકલ ગીફ્ટ તરીકે તેનું ચલણ ખૂબ જ વધી ગયુ છે, પરંતુ તેની શુદ્ધતા અને પૂજાના કેટલાક નિયમ હોય છે. જો લેનાર વ્યક્તિઓએ તે નિયમોનું પાલન કર્યુ નથી તો ગીફ્ટ લેનાર અને આપનાર બંને પર વિપરીત પ્રભાવ પડે છે.

એક્વેરિયમ
પાણીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ઘરમાં પાણીની બરબાદીને આર્થિક નુકસાન સાથે જોડી જોવામાં આવે છે. આ માન્યતાના કારણે પાણીથી સંબંધિત કોઈપણ વસ્તુ જેવી એક્વેરિયમ અથવા નાનું ફાઉંટેન વગેરેને ગીફ્ટમાં આપવું મનાઈ કરવામાં આવે છે નહીતર આર્થિક પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે.

રુમાલ
હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કામ રૂમાલ વગર થતું નથી. પૂજા પાઠ દરમિયાન તેને માથા પર રાખવામાં આવે છે, પરંતુ આ રૂમાલ ક્યારેય કોઈ ઘનિષ્ટને ગીફ્ટ તરીકે આપવું જોઈએ નહી. માન્યતા છે કે, રૂમાલ ગીફ્ટ કરવાથી લોકોની વચ્ચે નેગેટિવિટી ફેલાઈ જાય છે અને તેમના સંબંધ પણ ખરાબ થાય છે. ઘણી વખત તો સંબંધ પણ તૂટી શકે છે.
આ પણ વાંચો…
ગોવા સરકારે બનાવ્યો નિયમઃ જે કોઇ બીચ પર દારુ પીતા પકડાશે તો થશે આટલા રુપિયાનો દંડ