72294806

હેલ્થ ટિપ્સઃ સવારે ઉઠતા જ ચા પીવાની ટેવ છે, તો થઇ શકે છે નુકશાન

72294806

હેલ્થ ડેસ્ક, 19 ડિસેમ્બરઃ મોટાભાગના લોકોને સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની ટેવ હોય છે. જો સવારે ચા ન મળે તો તેમને માથામાં દુખાવો થવા લાગે છે, ચક્કર આવે છે, મૂડ નથી આવતો, પેટ સાફ નથી થતું વગેરે જેવી સમસ્યા રહે છે. ઘણા લોકો તો ચાના શોખીન હોય છે, તેઓ દિવસમાં જ્યારે આપો ત્યારે ચા પી લે છે. પરંતુ તેઓ જાણતા નથી કે ચા પીવાથી સ્વાસ્થ્ય ને ખૂબ જ નુકશાન થાય છે. તો આવો જાણીએ ચા પીવાથી થતા નુકશાન વિશે..

ચાના સેવનથી થાય છે આ નુકશાન

  • દૂધથી બનેલી ચા નું સેવન પાચન ક્રિયા પર ખરાબ અસર નાખે છે અને જો તમે આ સાથે જ થોડુ નમકીન ખાઈ રહ્યા છો તો તેનાથી ખરાબ કશુ નથી. આનાથી ત્વચા રોગ પણ થાય છે.
  • ચા માં કૈફીનની ખૂબ માત્રા હોય છે. જે લોહીને દૂષિત કરવા સાથે શરીરને નબળુ પણ કરે છે.
  • જે લોકો ચા ખૂબ પીવે છે તેમના આંતરડા ખરાબ થઈ જાય છે અને કબજિયાત ઘર કરી લે છે.
whatsapp banner 1
  • ચા પીવાથી લોહી ગંદુ થઈ જાય છે અને ચેહરા પર લાલ ફોલ્લીઓ નીકળી આવે છે.
  • ચા પીવાથી કેંસર થવાની શક્યતા પણ રહે છે.
  • રેલવે સ્ટેશનો કે ટી સ્ટોલ પર વેચનારી ચા નુ સેવન જો ન કરો તો સારુ થશે કારણ કે આ વાસણોને સાફ કર્યા વગરે અનેકવાર તેમા જ ચા બનાવતા રહે છે જે કારણે અનેકવાર ચા ઝેરીલી થઈ જાય છે.
  • ભૂલથી પણ વધુ સમય સુધી થર્મસમાં મુકેલી ચા નુ સેવન ન કરો.
  • ચા પત્તીને ઓછી ઉકાળો અને એકવાર ચા બની જતા વાપરેલી ચા ફેંકી દો.
  • ચા ના દરેક કપ સાથે કે કે વધુ ચામ્ચી ખાંડ લેવામાં આવે છે જે વજન વધારે છે.
  • ચા થી ભૂખ મરી જાય છે. મગજ સુકાવવા માંડે છે અને ઊંઘ પણ ઓછી થઈ જાય છે.

આ પણ વાંચો…

ધન રાશિમાં સૂર્ય કરશે પ્રવેશઃ આ 5 રાશિઓના જાતકોના ભાગ્યનો થશે ઉદય