Steam

Health Tips: આ સિઝનમાં નાક બંધ થવાની સમસ્યા રહે છે, તો અપનાવો નાક ખોલવા માટે ઘરેલું ઉપાય- ઝડપથી મળશે રાહત

Health Tips: ઘણી વખત શરદી કે કફ નથી હોતો પરંતુ નાક બંધ થઇ જાય છે, તો વાચો સરળ ઉપાય

Steam

હેલ્થ ટિપ્સ, 06 ફેબ્રુઆરીઃ ઘણી વાર તમે પણ અનુભવ કર્યો હશે કે શરદી થઈ નહીં કે, સૌથી પહેલા નાક બંધ થઈ જાય છે. આ કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જેના કારણે મોંથી શ્વાસ લેવાની જરૂર પડે છે. અને બંધ નાક ખોલવાનો પ્રયાસમાં જ્યારે નાક સાફ કરો છો તો કાંઈ જ બહાર આવતું નથી. વધુ પડતા લોકોના આ ભૂલથી નાકમાં મ્યૂકસ જામી જાય છે. અને નાક બંધ થઈ જાય છે. પરંતુ ઘણી વાર ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન અથવા એલર્જીક રાઈનાઈટિસના કારણે સાઈનસમાં હાજર રક્ત વાહિકાઓમાં ઈન્ફ્લેમેશન થી જાય છે. અને આ જ કારણે નાક બંધ થઈ જાય છે.

સ્ટીમ લો :

સ્ટીમ લેવાથી નાકમાં જમા મ્યૂકસને પણ સરળતા સરળતાથી બહાર નિકળવામાં મદદ મળે છે. તમે ઈચ્છો તો સ્ટીમરની મદદથી સ્ટીમ લઈ શકો છો. અથવા તો એક મોટા વાસણમાં પાણી ગરમ કરી અને તમારો ચહેરો વાસણની તરફ નમાવો અને માથું ટોવેલથી ઢાંકી લો, એવું કરવાથી ગરમ વરાળ નાકના રસ્તે શરીરની અંદર જાય છે જેથી નાક ખોલવામાં મદદ મળે છે.

Whatsapp Join Banner Guj

ગરમ ચા કે સૂપઃ

તમારું નાક બંધ હોય ત્યારે તરલ પદાર્થોનું વધુ સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. એટલા માટે ગરમ ચા કે સૂપનું સેવન કરવુ. આ ગરમ પીણા પીવાથી નાકમાં વરાળ જાય છે જેના કારણે મ્યૂકસ પતલું થાય છે અને સરળતાથી બહાર આવી જાય છે. અને  નાક ખુલી જાય છે.

ગરમ પાણીથી ન્હાવું :

ગરમ પાણીથી સ્નાન કરવા દરમ્યાન નિકળતી વરાળ નાકમાં ઈન્ફ્લેમેશનની સમસ્યાને ઓછી કરે છે અને નાક દ્વારા શ્વાસ લેવામાં સરળતા રહે છે.

ગરમ પટ્ટી કરો:

ગરમ પાણીમાં પટ્ટી કે ટોવેલ નાખી, નીચોવી અને પછી નાક અને માથા પર રાખો. આનો ગરમાવો નાકમાં ઈન્ફ્લેમેશનની સમસ્યાથી રાહત અપાવે છે.

આ પણ વાંચો…

Gujarat High Court circular: ગુજરાત હાઇકોર્ટે આપ્યો આદેશ, 1 મેથી ખુલશે તમામ જિલ્લાની કોર્ટ