Rain 1

Heavy rain forecast: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી- વાંચો વિગત

Heavy rain forecast: એક લો પ્રેશર સૌરાષ્ટ્રની દક્ષિણે અરબસાગરમાં ડેવલપ થયુ

અમદાવાદ, 13 ઓગષ્ટઃ Heavy rain forecast: હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે રાજ્યના મોટા ભાગનાં સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

એક લો પ્રેશર સૌરાષ્ટ્રની દક્ષિણે અરબસાગરમાં ડેવલપ થયુ છે. આ સિસ્ટમની અત્યારથી આજે અને રાત્રે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શકયતા છે.

આ પણ વાંચોઃ Big Festivals in sawan ends: 27 ઓગસ્ટ સુધી શ્રાવણ મહિનો, આ દિવસોમાં રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમી જેવા મોટા પર્વની થશે ઉજવણી

ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેના પગલે અતિભારે વરસાદ (Heavy rain) પડી શકે છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આ બંને સિસ્ટમના કારણે આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, જેના પગલે આજે શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ Attack on writer salman: અમેરિકામાં જાણીતા લેખક સલમાન રશ્દી ઉપર જીવલેણ હુમલો, વાંચો વિગત

Gujarati banner 01