hindu calendar panchang

Big Festivals in sawan ends: 27 ઓગસ્ટ સુધી શ્રાવણ મહિનો, આ દિવસોમાં રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમી જેવા મોટા પર્વની થશે ઉજવણી

Big Festivals in sawan ends: શ્રાવણ મહિનાના વદ પક્ષમાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની ખાસ પૂજા કરવાની પરંપરા

ધર્મ ડેસ્ક, 13 ઓગષ્ટઃ Big Festivals in sawan ends: આજથી શ્રાવણ મહિનાનો વદ પક્ષ શરુ થઈ ગયો છે જે 27 ઓગસ્ટ સુધી રહેશે. શ્રાવણ મહિનાના વદ પક્ષમાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની ખાસ પૂજા કરવાની પરંપરા છે. આ દિવસોમાં જ કજ્જલી ત્રીજ, બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા પર્વ ઉજવાશે.

શ્રાવણ વદ પક્ષના વ્રત-તહેવાર

  • કજ્જલી ત્રીજ (14 ઓગસ્ટ)- શ્રાવણ વદ પક્ષની ત્રીજ તિથિએ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ અને યુવતીઓ દેવી પાર્વતીની પૂજા કરે છે.
  • બોળચોથ (15 ઓગસ્ટ)- શ્રાવણ વદ પક્ષની ચોથને બોળચોથ કહેવામાં આવે છે. સંતાન પ્રાપ્તિની કામના અને તેમની લાંબી ઉંમર માટે આ વ્રત કરવામાં આવે છે.
  • નાગપાંચમ (16 ઓગસ્ટ)- શ્રાવણ વદ પક્ષની પાંચમના દિવસે નાગપાંચમ ઊજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. ધ્યાન રાખવું કે જીવિત નાગની પૂજા કરવી નહીં.
  • રાંધણ છઠ્ઠ અને સિંહ સક્રાંતિ (17 ઓગસ્ટ)- આ દિવસે વદ પક્ષની છઠ્ઠ હોવાથી શ્રીકૃષ્ણના ભાઈ બલરામનો જન્મ દિવસ ઉજવાશે. આ દિવસે સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી સંક્રાંતિ પર્વ પણ રહેશે.
  • શીતળા સાતમ (18 ઓગસ્ટ)- શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ધીનો દીવો કરી શીતળા માતાની પૂજા કરવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
  • શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (18-19 ઓગસ્ટ)- 18 તારીખે શૈવ અને તારીખે વૈષ્ણવ સંપ્રદાયના લોકો ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવશે.
  • અજા એકાદશી (23 ઓગસ્ટ)- વદ પક્ષની આ એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને શ્રદ્ધા પ્રમાણે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.
  • કુશગ્રહિણી અમાસ (27 ઓગસ્ટ)- શનિવારે અમાસ હોવાથી શનિશ્ચરી પર્વ ઉજવાશે. આ તિથિએ પિતૃ દેવતાઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ Attack on writer salman: અમેરિકામાં જાણીતા લેખક સલમાન રશ્દી ઉપર જીવલેણ હુમલો, વાંચો વિગત

Gujarati banner 01