Hemendracharya university patan

Hemchandracharya North Gujarat University: બોલો આ શું થયું હશે; બી.કોમ સેમ-1નું પરિણામ 44 ટકા આવ્યું, ફેર ચકાસણી કરાવવામાં આવી તો 74 ટકા થઈ ગયું

Hemchandracharya North Gujarat University: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નું બી.કોમ સેમ-1નું પરિણામ 44 ટકા આવ્યું, ફેર ચકાસણી કરાવવામાં આવી તો 74 ટકા થઈ ગયું

અગાઉ 44 ટકા પરિણામ આવતા ટેકનિકલ ભૂલને લઈ રજુઆત કરતા ફરી ચકાસણીમાં પરિણામ સુધર્યું

પાટણ, 20 જુલાઈ: Hemchandracharya North Gujarat University: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા બી.કોમ સેમ 1 ની ઓનલાઈન પરીક્ષા ના પરિણામ માં ટેકનિકલ ભુલના કારણે છાત્રો નાપાસ થયા હોવાનું બહાર આવતા ફરી ચકાસણી કરી પરિણામ જાહેર કરવામા આવતા સુધારા સાથે 74 ટકા પરિણામ આવવા પામ્યુ છે.

યુનિવર્સિટી ની B.COM સેમ 1 ની ઉતર ગુજરાત સંલગ્ન કોલેજૉ માં છાત્રોએ MCQ પદ્ધતિથી ઓન લાઇન પરીક્ષા આપી હતી.જેનું પરિણામ યુનિવર્સિટી ની વેબસાઈટ પર જાહેર કરવા માં આવતા 44 ટકા જ પરિણામ આવ્યુ હતું.જેમાં મોટાં ભાગે છાત્રો કોમન HRM ( હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ) વિષય માં જ નપાસ થયા છે.

જેથી ચકાસણી માં ભૂલ થતા છાત્રો ની પરીણામ બગડ્યા હોવાની રજૂઆત આધારે પરીક્ષા વિભાગ દ્વારા વેબસાઈટ ઉપર થી આ પરિણામ હટાવી એજન્સી દ્વારા ફરી ચકાસણી કરી બે દિવસ અગાઉ છાત્રો ના પરિણામ ની જાહેર કરવા માં આવતા 30 ટકા જેટલા વધુ છાત્રો પાસ થયા છે.અગાઉ 44 ટકા જાહેર થયેલ પરિણામ સુધારો થઈ 74 ટકા આવવા પામ્યુ છે.તેવું પરીક્ષા વિભાગ ના સૂત્રો એ જણાવ્યુ હતુ. (સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Income Tax Return: કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો- વાંચો શું છે કારણ?

Gujarati banner 01