12 year old daughter suicide

Death toll crosses 41 in lathakand: લઠ્ઠાકાંડથી મૃત્યુનો આંક ૪૧ને થયો પાર, ૧૦૦ અસરગ્રસ્ત લોકો સારવાર હેઠળ

Death toll crosses 41 in lathakand: નશાખોરી ઉપર અંકુશના દાવા વચ્ચે સરકારને નિષ્ફળતાનું લાંછન લગાવે તેવી સૌથી મોટી માનવસર્જીત જીવલેણ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની

અમદાવાદ, 27 જુલાઇઃDeath toll crosses 41 in lathakand: ગુજરાતમાં ફરી મિથાઈલકાંડ સર્જાયો છે. અમદાવાદ- બોટાદ જિલ્લાના એક ડઝન ગામોમાં લઠ્ઠાકાંડથી મૃત્યુનો આંક ૪૧ને પાર થયો છે અને ૧૦૦ અસરગ્રસ્ત લોકો અમદાવાદ, ભાવનગર અને બોટાદની સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. નશાખોરી ઉપર અંકુશના દાવા વચ્ચે સરકારને નિષ્ફળતાનું લાંછન લગાવે તેવી સૌથી મોટી માનવસર્જીત જીવલેણ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે એટલે કેમિકલ પીવાથી મૃત્યુ થયાનું ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું છે.

સરકાર આ ઘટનાને લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલકાંડ કહી રહી છે. મિથાઈલ આલ્કોહોલ કેમિકલ ચોરીને ગેરકાયદેસર રીતે વેચાયું અને તેમાં પાણી ભેળવીને લોકોને પીવા આપી દેવાયું તેમ જાહેર થયું છે. સ્થાનિક સરપંચે ચાર મહિના પહેલાં દારુના ગેરકાયદે વેચાણ થતું હોવાની લેખિત રજૂઆતો સરકાર અને પોલીસ તંત્રના બહેરા કાને અથડાઈ હોવાની વાત નકારી શકાય તેવી નથી. સરકાર અને તંત્રની નિષ્ફળતા છૂપાવવા માટે ૨૪ કલાકમાં જ મિથાઈલ વેચનાર અને દારુના નામે કેમિકલ વેચનાર સહિત ૧૦ શખ્સોની ધરપકડ કરાઈ હોવાનું જોરશોરથી જાહેર થઈ રહ્યું છે. લઠ્ઠાકાંડ ગણાવાય કે કેમિકલ કાંડ, ઝેર પીવાથી ૩૮ લોકોએ જીવ ખોયાં છે અને ૧૦૦ લોકો જીવવા માટે ઝઝૂમી રહ્યાં છે. 

લઠ્ઠાકાંડના પગલે આખા રાજ્યમાં દારુ અને નશીલા કેમિકલના વેચાણ સામે કડક પગલાં ભરવા આદેશ કરાયાં છે. આ સ્થિતિ વચ્ચે અસરગ્રસ્તોની મુલાકાત લેવા તમામ રાજકીય પક્ષના નેતાઓ દોડધામ કરી રહ્યાં છે. માનવસર્જીત મોતના ઘટનાચક્રથી ચૂંટણી પહેલાં રાજકીય ગરમી છે.

વર્ષ ૨૦૦૯માં અમદાવાદના એક ડઝન વિસ્તારમાં ૧૨૭ લોકોની જીંદગી ભરખી જનાર લઠ્ઠાકાંડ દેશી દારુમાં મિથાઈલ આલ્કોહોલ ઉમેરાતાં થયો હતો. એ પછી સાત વર્ષે ૨૦૧૬માં સુરત શહેર-જિલ્લાની હદના પલસાણા વિસ્તારમાં ફરી લઠ્ઠાકાંડ સર્જાયો અને ૨૧ લોકોનો ભોગ લેવાયો હતો. હવે છ વર્ષે ફરી લઠ્ઠાકાંડ સર્જાયો છે. આ વખતે અમદાવાદ અને બોટાદ જિલ્લાની હદના અડધો ડઝન ગામના કુલ ૩૮ લોકોએ જીંદગી ગુમાવી છે અને ૧૦૦ લોકોને અસર પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયાં છે.

આ પણ વાંચોઃ The court sentenced the rapist to death: સુરતમાં ત્રણ વર્ષની એક નાની બાળા સાથે થયેલ દુષ્કર્મ મામલે કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી- વાંચો વિગત

અમદાવાદ જિલ્લાના ધંધૂકા અને પાડોશમાં આવેલા બોટાદ જિલ્લાના  બરવાળા અને રાણપુર તાલુકામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ કેમિકલકાંડ ગણાવી રહી છે. વિતેલા ૧૩ વર્ષમાં નશો કરવા વપરાતા કેફી પ્રવાહીથી ત્રીજા ઝેરી જીવલેણ કાંડમાં કેમિકલ અને દવા બનાવવા વપરાતાં મિથાઈલનો ઉપયોગ થયો હોવાથી મિથાઈલ કાંડ બન્યાનું સમજાઈ રહ્યું છે. પોલીસ એવો દાવો કરી રહી છે કે, આ વખતે બૂટલેગરોએ અમદાવાદના નારોલ નજીક પીપળજની ફેક્ટરીમાં બોટલિંગ દરમિયાન ચોરીને વેચાયેલા ૬૦૦ લિટર મિથાઈલમાંથી ૧૪૦ લિટર મિથાઈલ પાણી ભેળવીને દેશી દારુ તરીકે ૪૦ રુપિયાની પોટલીના ભાવે વેચાયું હતું. અમદાવાદના જયેશ ખાવડિયાએ ૪૦૦૦૦ રુપિયા મેળવવા માટે બૂટલેગરોને મિથાઈલ કેમિકલ વેંચ્યું તેનાથી ચાલીસ જેટલી માનવજીંદગી ભરખાઈ છે.

પોલીસે રાણપુર, ધંધૂકા અને બરવાળામાં અલગ – અલગ ત્રણ ફરિયાદ નોંધી કુલ ૩૩ આરોપી સામે ગુનો નોંધ્યો છે. કેમિકલ વેચનાર મુખ્ય સુત્રધાર જયેશ ઉપરાંત ૨૦૦-૨૦૦ લિટર મિથાઈલ કેમિકલ ખરીદનાર ત્રણ મુખ્ય બૂટલેગર સંજય, પિન્ટુ અને અજીત સહિત ૧૦ને ઝડપી લીધા છે. આ ઉપરાંત ૨૦ને રાઉન્ડ-અપ કરી લેવાયાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીપળજની કેમિકલ ફેક્ટરીમાં સર્ચ હાથ ધર્યું હતું.  બીજી તરફ, લઠ્ઠાકાંડ કે કેમિકલ કાંડના પગલે ગુજરાત સરકાર અને સરકારનું તંત્ર દોડતું થઈ ગયું છે. મિટીંગનો દોર યોજીને સમગ્ર ગુજરાતમાં દારુ અને નશીલા કેમિકલના વેચાણ સામે કડક પગલાંના આદેશ આપવામાં આવ્યાં છે. બીજી તરફ, ચૂંટણી આવી રહી છે ત્યારે માનવસર્જીત મિથાઈલકાંડે રાજકીય ગરમાવો આણી દીધો છે. અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે નેતાઓએ ભાવનગર, બોટાદ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તોની મુલાકાતો માટે દોડધામ શરુ કરી દીધો છે. રાજકીય આક્ષેપો, પ્રતિઆક્ષેપો વચ્ચે સરકારે એસઆઈટી નિમી દીધી છે તપાસ કરશે અને રિપોર્ટ આપશે.

અમદાવાદથી 600 લિટર કેમિકલ આપનાર જયેશ અને  લેનાર ત્રણ બૂટલેગર ઝડપાયા

૩૮લોકોનો ભોગ લેનાર મિથાઈલ કેમિકલ અમદાવાદથી જયેશ ખાવડિયાએ ચોરીને તેના ફોઈના દિકરા સંજયને આપ્યો હતો.  કુલ ૬૦૦ લિટરમાંથી બરવાળાના નભોઈ ગામ અને આસપાસ દારુનો ધંધો કરતા સંજયે ૨૦૦ લિટર રાખ્યું હતું. બાકી ૨૦૦-૨૦૦ લિટર અન્ય બૂટલેગર રાણપુરના અજીત અને બરવાળાના ચોકડી વિસ્તારના બૂટલેગર પિન્ટુ દેવીપૂજકને આપ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જયેશ ખાવડિયાને તેમજ બોટાદ પોલીસે ત્રણ બૂટલેગરને ઝડપી કુલ ૪૬૦ લિટર કેમિકલ પણ જપ્ત કર્યું છે.

  • અમદાવાદ-બોટાદના ત્રણ તાલુકાના લોકો ભોગ 38 મોત, નશાખોરોને શોધવા 30 ગામમાં સર્ચ
  • બોટાદ: બરવાળા – રાણપુર તાલુકામાં ૨૭ લોકોના મૃત્યુ, ૮૫ સારવારમાં
  • બે પોલીસ ફરિયાદમાં કુલ પચ્ચીસ આરોપી, ૧૧ની ધરપકડ
  • 10 ગામોમાં અસર અને નશો કરેલા લોકોને શોધવા સર્ચ
  • અમદાવાદ: ધંધૂકા તાલુકામાં ૧૧ લોકોના મૃત્યુ, ૧૫ સારવારમાં
  • એક પોલીસ ફરિયાદમાં કુલ ૮ આરોપી, ૧ની ધરપકડ
  • ૨૦ ગામોમાં સંભવિત નશો કરેલા લોકોને શોધવા સર્ચ

આ પણ વાંચોઃ 19 MLAS Suspended From Rajya Sabha: રાજ્યસભામાં હંગામો, સભાપતિએ 19 સાંસદોને કર્યા સસ્પેંડ,ગઇકાલે કોંગ્રેસના 4 લોકસભા સાંસદોને કર્યા હતા સસ્પેન્ડ

Gujarati banner 01