high court divorce approved

Historic verdict in Kheda mass rape case: કપડવંજ તાલુકાના પરણિત મહિલા પર 3 ઈસમોએ ગેંગરેપ ગુજારી મહિલાની હત્યા કરનારને ફાંસીની સજા

Historic verdict in Kheda mass rape case: આજે આ કેસ કપડવંજ સેશન્સ કોર્ટમા ચાલી જતાં ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારવામા આવી

કપડવંજ, 29 એપ્રિલઃ Historic verdict in Kheda mass rape case: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી સીમ વિસ્તારમાં મહિલા પર થયેલા ગેંગરેપના મામલે આજે કપડવંજ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.વર્ષ 2018માં કપડવંજ તાલુકાના પરણિત મહિલા પર 3 ઈસમોએ ગેંગરેપ ગુજારી મહિલાની હત્યા કરી હતી.

આજે આ કેસ કપડવંજ સેશન્સ કોર્ટમા ચાલી જતાં ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારવામા આવી છે.સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. એડી.ડિસ્ટ્રિક્ટ જજ વી‌.પી અગ્રવાલે આ મામલે ચૂકાદો આપ્યો છે.

આરોપીઓ (1) ગોપી ઉર્ફે બલાભાઈ ગીરીશભાઈ દેવીપુજક, રહે.જોરામાં, મોટીઝેર તા.ક૫ડવંજ જી.ખેડા (2) જયંતીભાઈ બબાભાઈ વાદી, રહે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ જી.ખેડા (3) લાલાભાઈ ઉર્ફે કંકુડીપો રમેશભાઈ વાદી હે.ઈન્દીરાનગરને કોર્ટે ફાંસની સજા ફટકારી છે.

આ પણ વાંચોઃ Power supply crisis in delhi: કોલસાની અછતના કારણે દેશની રાજધાની પર મડળાઇ રહ્યું છે વીજ સંકટ- ગમે ત્યારે થઇ શકે છે બત્તી ગુલ

નિરમાલી ગામની સીમમાં લઇ આવ્યા બાદ આ બંન્ને હવસખોરોએ આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. દરમિયાન સંગીતાબેનનો ભત્રીજો ગોપી ઉર્ફે ભલો ગિરીશભાઇ દેવીપૂજક (રહે. મોટીઝેર) આવી પહોંચતાં આ બનાવ તે જાહેર કરી દેશે તેવી દહેશતથી જયંતિ અને લાલાએ ગોપી ઉર્ફે ભલાની સાથે બળજબરીપૂર્વક સંભોગ કરાવ્યો હતો.

બાદમાં મહિલાના ગળા પર પગ મૂકી તેની હત્યા કરી હતી. બાદમાં પુરાવાનો નાશ કરવાના હેતુથી આ નરાધમોએ સંગીતાબેનનો મૃતદેહ નિર્વસ્ત્ર કરી દિવેલાના ખેતરમાં નાંખી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચોઃ Expensive lemons stolen: દિવસને દિવસે લીંબુના ભાવ વધતા, લીંબુની વાડીમાંથી 140 કિલો જેટલા લીંબુની થઇ ચોરી – વાંચો વિગત

Gujarati banner 01