મમતાની ચિંતામાં વધારો, એક પછી એક નેતા ટીએમસી છોડીને ભાજપમાં જોડાય તેવી શક્યતા

Mamata Banerjee IANS 2 12

નવી દિલ્હી, 18 ડિસેમ્બરઃ તાજેતરમાં જ પક્ષના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી અને બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના અધ્યક્ષ દિપ્તાંગશુ ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. હવે પશ્વિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું ધરી દીધું હતું.

ધારાસભ્ય જિતેન્દ્ર તિવારીએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. જિતેન્દ્ર તિવારીએ આરોપ લગાવ્યો હતો કે તેણે પાર્ટીના સભ્યપદેથી જેવું રાજીનામું આપ્યું કે તરત જ કેટલાક લોકોએ તેની ઓફિસમાં તોડફોડ કરી હતી.

whatsapp banner 1

જિતેન્દ્ર તિવારી ધારાસભ્ય ઉપરાંત પશ્વિમ બદ્ધમાન જિલ્લાના તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેમણે બંને પદેથી રાજીનામું આપી દીધું છે. એવી શક્યતા છે કે આગામી ૧૯થી અને ૨૦મી અમિત શાહની હાજરીમાં ઘણાં ટીએમસી નેતા ભાજપમાં જોડાશે.

આ પણ વાંચો…

શંકાના કારણે અમેરિકન નાણાં મંત્રાલયે ભારત સહિત આ દેશોને મુક્યા વોચલિસ્ટમાં!