wilcox qa divorce header edited

હવે આ દેશમાં જાન્યુઆરીથી ડિવોર્સ માટે પતિ-પત્નીને એક મહિનો સાથે રહેવું પડશે, ડિવોર્સના વધતા કેસને લેવાયો આ નિર્ણય

wilcox qa divorce header edited

અમદાવાદ,26 ડિસેમ્બરઃમોટાભાગના દેશોમાં પતિ-પત્ની વચ્ચે ડિવોર્સના કેસની સંખ્યા વધતી જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 20 દંપતી જતાં હતાં, પણ હવે 40થી 50 દંપતી આવવા માંડ્યાં. ગ્વાંગઝુ અને શેન્સઝેન વિસ્તારમાં પણ ડિવોર્સની અપોઈન્ટમેન્ટ માટે સ્લોટ ભરાઈ ચૂક્યા. ઘણા જિલ્લામાં સવારે લાંબી કતાર લાગી રહી છે. કારણ એક જ છે કે આ તમામ લોકો 31 ડિસેમ્બર સુધી ડિવોર્સની પ્રક્રિયા પૂરી કરી લેવા માગે છે.જોકે ચીનમાં 1લી જાન્યુઆરી 2021 પહેલાં સિવિલ કોડ લાગુ થઈ રહ્યો છે, જેને આ વર્ષના મે મહિનામાં ચીનની સંસદે મંજૂરી આપી દીધી. વધતા ડિવોર્સના કેસને ધ્યાનમાં રાખતાં એને નિયમમાં સામેલ કરવામાં આવ્યો .

whatsapp banner 1

હવે આગામી વર્ષથી અરજદાર દંપતીએ એક મહિનાનો ફુલ પિરિયડ સાથે પસાર કરવો પડશે.આ બધાની વચ્ચે પતિ-પત્નીમાંથી કોઈ એકનો પણ વિચાર બદલાય તો અરજી રદ કરી દેવાશે. હાલની વ્યવસ્થામાં દંપતીને અરજી કરતાંની સાથે જ ડિવોર્સ મળી જાય, જેનાથી આ નિયમને કારણે લોકો નારાજ પણ છે. તેમનું માનવું છે કે આનાથી લોકોની ડિવોર્સ લેવાની આઝાદી સમાપ્ત થઈ જશે.ચીનમાં  રાજકીય સલાહકાર ભૂતપૂર્વ સભ્ય શાંગ શાહુઆએ સંબંધ બચાવવા માટેની પહેલ પર જણાવ્યું છે કે નવા નિયમનો ઉદ્દેશ આવેશમાં આવીને લીધેલા ડિવોર્સ જેવા કેસને ઘટાડવાનો છે.

આ પણ વાંચો…

કુમકુમ મંદિર દ્રારા ધનુર્માસની ઉજવણીમાં ભગવાન સમક્ષ ધાર્મિક ગ્રંથો અને લેપટોપ આદિ વસ્તુઓ મૂકીને કરવામાં આવી!