કુમકુમ મંદિર દ્રારા ધનુર્માસની ઉજવણીમાં ભગવાન સમક્ષ ધાર્મિક ગ્રંથો અને લેપટોપ આદિ વસ્તુઓ મૂકીને કરવામાં આવી!

WhatsApp Image 2020 12 26 at 5.10.21 PM edited

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ મણીનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા ધનુર્માસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ,ધનુમાસ ચાલતો હોવાથી દરરોજ સવારે ૭ – ૦૦ થી ૮ -૦૦ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને કથા કરવામાં આવે છે. ધનુર્માસ અંગે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે,ધનુર્માસમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન ભણવા જાય છે એવી માન્યતાને કારણે શ્રી સ્વામિનારાયણ ભગવાન ધાર્મિક ગ્રંથો,લેપટોપ,પેન આદિ વસ્તુઓ મૂકવામાં આવી હતી આ પ્રસંગે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ભગવાનનું અને ગ્રંથોનું પૂજન, અર્ચન કર્યું હતું અને કોરોના વાયરસની ઉપાધિનું શમન થાય એ માટે પ્રાર્થના કરી હતી.

ધનુર્માસમાં ભગવાન ભણવા જતા હોવાથી સંતો – ભકતો આ ધનુર્માસ દરમ્યાન સત્સંગિજીવન, વચનામૃત,જીવનપ્રાણ બાપાશ્રીની વાતો,મુક્તજીવન સ્વામીબાપાની વાતો આદિ સત્શાસત્રોનું પાઠન કરે છે. ધનુર્માસની પુર્ણાહુતી તા. ૧૪ જાન્યુઆરી – ઉત્તરાયણના દિવસે કરવામાં આવશે.

ધનુર્માસ દરમ્યાન કથામાં જણાવ્યું હતું કે,માણસે જીવનમાં સુખી થવું હોય તો દરેક કાર્યમાં ક્યાંક પૂર્ણવિરામ મૂકતા શીખવું જોઈએ.વાકયમાં પૂર્ણવિરામ ના આવે તો એ વાકય કેવું લાગશે ? રેલ્વેમાં બેઠા પછી કોઈ સ્ટેશન જ ના આવે તો, તે મુસાફરી સુખદાયી ના થાય. તેમ જીવનમાં પણ વસ્તુઓનોસંગ્રહ,પંચવિષયના ભોગ એ બધામાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો સુખી થઈશું.ધન,આયુષ્ય, સ્ત્રી અનેભોજન આ ચારની અંદર અત્યાર સુધીમાં કોઈને તૃપ્તિ થઈ નથી,અને થવાની પણ નથી.તેથી સંસારના સુખમાં પૂર્ણવિરામ મૂકીને, શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં સુખ મનાશે અને તે પ્રાસ કરવા માટે આપણે પ્રયત્ન કરીશું ત્યારે શાશ્વત સુખને પાતિ થશે.

whatsapp banner 1

ધનુર્માસ અંગે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે,ધનુર્માસમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન ભણવા જાય છે એવી માન્યતાને કારણે શ્રી
સ્વામિનારાયણ ભગવાન ધાર્મિક ગ્રંથો,લેપટોપ,પેન આદિ વસ્તુઓ મૂકવામાં આવી હતી આ પ્રસંગે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ભગવાનનું અને ગ્રંથોનું પૂજન, અર્ચન કર્યું હતું અને કોરોના વાયરસની ઉપાધિનું શમન થાય એ માટે પ્રાર્થના કરી હતી.

ધનુર્માસમાં ભગવાન ભણવા જતા હોવાથી સંતો – ભકતો આ ધનુર્માસ દરમ્યાન સત્સંગિજીવન, વચનામૃત,જીવનપ્રાણ બાપાશ્રીની વાતો,મુક્તજીવન સ્વામીબાપાની વાતો આદિ સત્શાસત્રોનું
પઠન,પાઠન કરે છે. ધનુર્માસની પુર્ણાહુતી તા. ૧૪ જાન્યુઆરી – ઉત્તરાયણના દિવસે કરવામાં આવશે.

ધનુર્માસ દરમ્યાન કથામાં જણાવ્યું હતું કે,માણસે જીવનમાં સુખી થવું હોય તો દરેક કાર્યમાં ક્યાંક પૂર્ણવિરામ મૂકતા શીખવું જોઈએ.વાકયમાં પૂર્ણવિરામ ના આવે તો એ વાકય કેવું લાગશે ? રેલ્વેમાં બેઠા પછી કોઈ સ્ટેશન જ ના આવે તો, તે મુસાફરી સુખદાયી ના થાય. તેમ જીવનમાં પણ વસ્તુઓનો સંગ્રહ,પંચવિષયના ભોગ એ બધામાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો સુખી થઈશું.ધન,આયુષ્ય, સ્ત્રી અને ભોજન આ ચારની અંદર અત્યાર સુધીમાં કોઈને તૃપ્તિ થઈ નથી,અને થવાની પણ નથી.તેથી સંસારના સુખમાં પૂર્ણવિરામ મૂકીને, શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં સુખ મનાશે અને તે પ્રાસ કરવા માટે આપણે પ્રયત્ન કરીશું ત્યારે શાશ્વત સુખને પાતિ થશે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

આ પણ વાંચો…

સારા સમાચાર : દેશના કોરોના કેસમાં સતત ઘટાડો, સાજા થનારા દર્દીઓની ટકાવારી પણ વધુ