IMD warns cyclone Asani

IMD Alert For Cyclone: બિપરજોય ચક્રવાતનું સંકટ યથાવત, હવામાન વિભાગે જાહેર કરી આ ચેતવણી

IMD Alert For Cyclone: હવામાનની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે સાત રાજ્યોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે

અમદાવાદ, 10 જૂનઃ IMD Alert For Cyclone: અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 760 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. આને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાલે દરિયાકાંઠાના જિલ્લાઓના ક્લેક્ટરઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચક્રવાત આજે વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડાની અસર ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં તે ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. બીજી તરફ, હવામાનની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે સાત રાજ્યોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે.

ભારે વરસાદની શક્યતા

IMD અનુસાર, બિપરજોય ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ચાર દિવસમાં દક્ષિણ ભારતીય વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જ્યારે કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં સોમવાર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે લક્ષદ્વીપમાં રવિવાર સુધી વરસાદ જોવા મળશે.

આ પણ વાંચો… Terror module busted in Gujarat: ગુજરાત ATSને મળી મોટી સફળતા, 4 આતંકીઓની થઈ ધરપકડ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો