ગાંધીનગરઃ અમિત શાહના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ(inauguration), પ્રતિ મિનિટ ર૮૦ લિટર ઓક્સિજનનું થશે ઉત્પાદન

ગાંધીનગર, 24 એપ્રિલઃ ગાંધીનગર પાસે આવેલા કોલવડામાં આજે ગૃહપ્રધાન અમિત શાહે ઓક્સિજન પ્લાન્ટનુ ઉદ્દઘાટન(inauguration) કર્યુ છે. કોલવડાની કોવિડ હોસ્પિટલમાં ર૮૦ લિટર પ્રતિ મિનિટની ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરાયો છે. અહીં (inauguration) સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થીત રહ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, જણાવી દઇએ કે અહી એક દિવસમાં 400 ક્યુબીક મીટર ઓક્સિઝનનું આ પ્લાન્ટથી ઉત્પાદન થશે. અહી 65થી 70 જંબો સિલિન્ડર ભરાય તેટલી આ પ્લાન્ટની ક્ષમતા છે.  અહીની આયુર્વેદિક હોસ્પિટલમાં 200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓક્સિઝનના 100 બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

inauguration

ગઇકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા છે. કન્વેનશન સેન્ટર ખાતે DRDO દ્વારા બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી.મુલાકાત બાદ અધિકારીઓનો ઉધડો લીધો હોવાની માહિતી સામે આવી રહી છે. અમિત શાહ કન્વેનશન સેન્ટર પહોંચ્યા ત્યારે આરોગ્ય સચિબ જયંતિ રવિ,કે કૈલાશનાથન,AMC ના કમિશનર મુકેશ કુમાર,રાજીવ ગુપ્તા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. એ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. અને કેટલાક ખુલાસા માંગવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.

અમિત શાહે ગઇ કાલે આ વિશે જાહેરાત કરી હતી. ગાંધીનગરનાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનશે. ટાટા ટ્રસ્ટના અને DRDO નાં સહયોગથી બનનાર 1200 બેડની હોસ્પિટલમાં 600 આઈસીયુ બેડ ઉપ્લબ્ધ હશે. 11,12, 12A નંબરનાં ડોમમા કોંવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. ગૃહમંત્રી દ્વારા કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરતા જ યુદ્ધનાં ધોરણે જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. હાલ કોવિડ હૉસ્પિટલ માટે પસંદ કરાયેલ ત્રણ ડોમની સફાઇ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરનાં સેક્ટર 17મા આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 15 જેટલા ડોમ આવેલા છે. જેમાંથી ત્રણ ડોમમાં હોસ્પિટલ ઉભી કરવાની છે. 

inauguration

હેલીપેડ ખાતે બનનારી કોવિડ હોસ્પિટલમાં 1600 બેડની હોસ્પિટલનુ સરકારનું આયોજન છે. આ વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, શરૂઆતમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરાશે. જરૂર પડે તો તાત્કાલિક અસરથી 400 બેડ ઉભા કરવાની તૈયારી રખાશે. સરકારે આ માટે વિવિધ એજન્સીઓ સાથે સંપર્ક કર્યા છે. 

આ પણ વાંચો….

કેન્દ્રીય ગૃહમંત્રી(Amit shah)એ રાજ્યના સીએમ સહિત અધિકારીઓ સાથે યોજી હતી હાઇલેવલ બેઠક, શાહે અધિકારીઓની ઝાટકણી કાઢી- વાંચો સંપૂર્ણ અહેવાલ