Incident at Surat railway station

Incident at Surat railway station:રામ રાખે તેને કોણ ચાખે ! સુરતમાં ટ્રેનમાં ચઢવા જતી મહિલાએ ગુમાવ્યું સંતુલન અને પછી…

Incident at Surat railway station: મહિલા ટ્રેનમાં ચડતી વખતે દોડતી આવે છે, અને ટ્રેનમાં ચડતી વખતે તે પોતાનું સંતુલન ગુમાવે છે. ટ્રેનમાં બેસેલા અન્ય મુસાફરોએ ઘટનાને જોઈને તુરંત જ ચેઇન પુલિંગ કર્યું. મહિલાને આ અકસ્માતમાં પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી.

સુરત, 19 મેઃ Incident at Surat railway station: રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત ઘણીવાર સાચી પડતી હોય તેવા ઉદાહરણો સામે આવ્યા છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પરની આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ફરી એકવાર આ કહેવત માનવ મજબુર થઇ જઈએ. બનાવની વિગત એવી છે કે સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 3 પર આજે નિયમિત સમય પર બાંદ્રા હિસાર ટ્રેન આવી હતી.

જેમાં મુસાફરો બેસવા જટાના એક સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. આ સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ટ્રેનમાં ચડતી વખતે દોડતી આવે છે, અને ટ્રેનમાં ચડતી વખતે તે પોતાનું સંતુલન ગુમાવે છે. જેમાં તેનો પગ ટ્રેનની નીચે ફસાઈ જાય છે. સંતુલન ગુમાવતા આ મહિલા ટ્રેનમાં ચડી શક્તિ નથી પણ ટ્રેનની નીચે આવી જાય છે.

આ પણ વાંચોઃ Hardik Patel made a big statement for Gujarat Congress: હાર્દિક પટેલ રાજીનામા બાદ કહી આપવીતી, કોંગ્રેસમાં મારી કોઇ કાર્યકર્તા તરીકે જવાબદારી નક્કી કરવામાં આવી નહતી

જોકે આ ઘટના બનતા જ આસપાસના લોકો અને અન્ય મુસાફરો તાત્કાલિક દોડી આવે છે. અને ટ્રેનમાં બેસેલા અન્ય મુસાફરોએ ઘટનાને જોઈને તુરંત જ ચેઇન પુલિંગ કર્યું હતું. ટ્રેનના ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે ટ્રેનને તુરંત જ રોકી દેવામાં આવી હતી. જેથી મહિલાનો જીવ જતા બચ્યો હતો.

વધુમાં મળતી માહિતી પ્રમાણે આ મહિલા મૂળ રાજસ્થાનની હતી. જેનું નામ પૂજા અગ્રવાલ હોવાનું જાણવા મળ્યું છે. મહિલાને આ અકસ્માતમાં પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. લોકોની સમય સૂચકતા અમે ત્વરિતતાને કારણે મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. તેને સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Ratan Tata’s love for Nano car: રતન ટાટા પોતાની ગમતી નેનો કારમાં તાજ હોટલ પહોંચ્યા, સોશિયલ મીડિયા પર નેનો કારને લઇ કહી મનની વાત- જુઓ વીડિયો

Gujarati banner 01