income tax ahmedabad

Income tax raid in kutch: કચ્છમાં આવેકવેરા વિભાગનું મેગા ઓપરેશન, ચૂંટણી ટાંણે 30થી વધુ સ્થળો પર દરોડા

Income tax raid in kutch: અંજાર અને ભુજમાં ભાગીદારોના ઘરો અને ઓફિસો પર જેમાં 30થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાની વિગતો મળી રહી છે. 

ગાંધીનગર, 11 નવેમ્બર: Income tax raid in kutch: ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરત બાદ હવે કચ્છમાં પણ આ ઓપરેશન ચાલી રહ્યું હોવાની વિગતો સામે આવી છે. ગાંધીધામ, અંજાર અને ભુજમાં ભાગીદારોના ઘરો અને ઓફિસો પર જેમાં 30થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાની વિગતો મળી રહી છે. 

આવક વેરા વિભાગની સઘન કામગિરી અત્યારે ચૂંટણી સમયે જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છમાં ફાયનાન્સ, પ્રોપર્ટી વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલાને આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચોSP candidates in gujarat election: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સપાની એન્ટ્રી, જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ

જેમ જેમ ત્રણેય મોટી પાર્ટીઓએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે તેમ તેમ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તેવામાં ચૂંટણી વચ્ચે આવકવેરા વિભાગે તવાઈ બોલાવવાનું શરુ કર્યું છે. આવકવેરા વિભાગ સક્રીય બન્યું છે. ગાંધીધામ, અંજાર અને ભુજમાં દરોડા દરમિયાન મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે. રાજકીય ફંડ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. 

દરોડામાં મુખ્યત્વે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિઝનેસમેન ઉપરાંત ફાયનાન્સ બ્રોકર્સ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઘણા સમયથી આઈટી વિભાગ દ્વારા આ દરોડાના પગલે રિયલ એસ્ટેટના ધંધાર્થીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કેમ કે, અગાઉ પણ વિવિધ શહેરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 

Gujarati banner 01