akhilesh yadav 993750 1622812554 1624344762

SP candidates in gujarat election: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સપાની એન્ટ્રી, જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ

SP candidates in gujarat election: રાજકોટ ઉપલેટા ખાતે પ્રેસ કોન્ફરન્સમા પાર્ટીએ 20 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી

અમદાવાદ, ૧૧ નવેમ્બર: SP candidates in gujarat election: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં ખરાખરીને ખેલ જામ્યો છે. 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક પછી એક રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી રહી છે. એક તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખિયો જંગ છે. તો બીજી તરફ અસુદ્દીન ઔવેસીની પાર્ટી પણ ઉમેદવારોને મેદાનમાં લાવી છે. ત્યારે ચૂંટણીમાં વધુ એક પાર્ટીએ ઝંપલાવ્યું છે.

2022 વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં સમાજવાદી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. રાજકોટ ઉપલેટા ખાતે પ્રેસ કોન્ફરન્સમા પાર્ટીએ 20 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં 13 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે, અને 7 બેઠકો પર ઉમેદવારના નામની ચર્ચા ચાલી રહી છે તેવું જણાવ્યું.

ઉપલેટાથી સમાજવાદી પાર્ટી 13 બેઠકો પર પોતાના ઉમેદવારના 13 નામ જાહેર કર્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયુ કે, સમાજવાદી પાર્ટીની પ્રથમ ચરણમાં 7 સીટ ઉપર ઉમેદવારોના નામ પાર્લામેન્ટ્રી બોર્ડમાં વિચાર વિમર્શમાં છે. હાલ પહેલા તબક્કામાં 20 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

આવતા 2 દિવસમાં વધુ સીટો ઉપર ઉમેદવારો જાહેર કરાશે. ગુજરાત સમાજવાદી પાર્ટી પ્રદેશ ઉપ-પ્રમુખ મયુર સોલંકી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ સમાજવાદી પાર્ટીના મેનિફેસ્ટો પણ બહાર પાડવામાં આવ્યું છે.

ઉમેદવારોનું લિસ્ટ

અબડાસા – જગદીશભાઈ જોશી
માંડવી – કટુઆ ચંચલબેન નારણભાઈ
ભુજ – નોડે કાસમભાઇ
ગાંધીધામ (એસ.સી) – વઢયા લાલજીભાઈ
જેતપુર – રાજુભાઈ અરજણભાઈ સરવૈયા
દ્વારકા – હમીરભાઇ ડેર
ભાવનગર રૂરલ – ગરીયાધર ગુણવંતભાઈ મોહનભાઈ
સુરત ઈસ્ટ – ચશ્માવાલા મસુર અહેમદ
ઉધના – સોહેલભાઈ
વલસાડ – કમલેશભાઈ યોગી
રાધનપુર – ભુરાભાઈ રાવલ
વેજલપુર – જગદીપ મર્ચન્ટ
અમરાઈવાડી– જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા

આ પણ વાંચો: Congress announced the second list of 46 candidatesL કોંગ્રેસેની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર

Gujarati banner 01