Prices of vegetables

Increase in prices of vegetables: અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી શાકભાજીની આવક ઘટતા ભાવ વધારો, 50 થી 60 ટકા ભાવ વધ્યા

Increase in prices of vegetables: શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે શાકભાજીના ભાવ વધ્યા

અરવલ્લી, 26 જુલાઇઃ Increase in prices of vegetables: અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ બાદ યલો એલર્ટ જાહેર થતાં મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વચ્ચે શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે, જેને લઇને 50 થી 60 ટકા શાકભાજીના ભાવમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Rajya Sabha seat in 100 crores: CBIએ રાજ્યસભાની બેઠક તથા રાજ્યપાલ બનાવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહેલી એક દેશવ્યાપી ટોળકીનો પર્દાફાશ-વાંચો વિગત

પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મોંઘવારી વચ્ચે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. મોટા ભાગની શાકભાજી 100 રૂપિયે કિલોના ભાવે વેંચાઈ રહી છે તો કંકોળા 200 રૂપિયાના ભાવે વેંચાય છે.

અરવલ્લી જિલ્લામાં ચાર હજાર હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે, જેમાં દૂધી, ભીંડા, રવૈયા, ટામેટા સહિતના પાકો લેવાયો છે, જોકે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં શાકભાજી ઉતારવી મુશ્કેલ બની છે તો બીજી બાજુ કેટલાક વિસ્તારમાં શાકભાજીને પણ નુકસાન પહોંચવાની માહિતી મળી છે, જેને લઇને શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Shakuni temple: અહીં આવેલુ છે કૌરવોના શકુની મામાનું મંદિર, જાણો લોકો કેમ કરે છે પૂજા ?

Gujarati banner 01