image edited

રાજ્યમાં કોરોના વેક્સિન લેનારાની સંખ્યામાં વધારોઃ અમદાવાદ કોર્પોરેશને 5 હજારથી વધુ લોકોને રસી આપી..!

468fea1ff1769e495305a30b3372d110ae856f3079de77f9bbf0af366dc835bd

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ દેશના વિવિધ રાજ્યોમાં સફળતા રીતે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુરુવારે અલગ અલગ સેશન સાઈટ પરથી કુલ મળીને ૫૬૬૫ કોરોના વોરિયર્સને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

દિવસ દરમ્યાન આપવામાં આવેલી કોરોના વેક્સિનથી કોઈને આડઅસર થવા પામી નથી એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૬ જાન્યુઆરીથી શહેરના વીસ કેન્દ્રો ઉપરથી કોરોના વોરિયર્સને કોરોના વેકિસન આપવાની શરુઆત કરવામાં આવી હતી. બાદના ખુબ ટૂંકાગાળામાં વેક્સિન આપવા માટેના કેન્દ્રોની સંખ્યા પણ હવે સોના આંકને પાર કરી ચૂકી છે.

GEL ADVT Banner

નોંધનીય છે કે, ગુરુવારે ૨૭૯૭ પુરુષ અને ૨૮૬૮ સ્ત્રીઓ મળી કુલ ૫૬૬૫ વોરિયર્સને કોરોના વેકિસન આપવામાં આવી હતી.કોરોના કેન્દ્રો તરીકે હવે શહેરની ખાનગી હોસ્પિટલો પણ જોડાતી જાય છે.ઉપરાંત વેકિસન લેનારા લાભાર્થીઓની સંખ્યા પણ વધતી જાય છે. તે સાથે કોરોનાના કેસમાં પણ ઘટાડો થઇ રહ્યો છે.

આ પણ વાંચો…

રાજ્ય સરકારે તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે દરેક વિદ્યાર્થીઓ મળશે આ લાભ