ind vs eng 4th t20 match 31

IndvsEngT20:આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T20 સીરીઝની ફાઇનલ, આ બે ખેલાડીઓ નહીં રમી શકે મેચ- બહાર બેસીને જ નીહાળવો પડશે ખેલ..!

ind vs eng 4th t20 match 31

સ્પોર્ટ્સ ડેસ્ક, 20 માર્ચઃ ભારત અને ઇંગ્લેન્ડ (IndvsEngT20) વચ્ચે પાંચ મેચોની T20 સીરીઝની અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે એટલે કે શનિવારે સાંજે 7 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 સીરીઝમાં હાલ બંને ટીમો 2-2ની બરાબરી પર છે.અંતિમ T20 મુકાબલામાં જે જીતશે સીરીઝ પર તેનો જ કબજો હશે. આ મહત્વપૂર્ણ મુકાબલામાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી બે ખેલાડીઓને પડતા મુકવામાં આવી શકે છે. આવો એક નજર કરીએ તે 2 ખેલાડીઓ પર જે આજની નિર્ણાયક મુકાબલામાં બહાર બેસી શકે છે.

ADVT Dental Titanium

ઇંગ્લેન્ડ  (England) વિરૂદ્ધ નિર્ણાયક મુકાબલામાં વોશિંગટન સુંદરને બહાર બેસીને રાહુલ તેવતિયાને તક આપવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટી-20 મેચમાં વોશિંગટન સુંદરે 4 ઓવરમાં 52 રન લીધા હતા. આ ઉપરાંત તેમને એક પણ વિકેટ મળી ન હતી. પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં વોશિંગટન સુંદરની જગ્યાએ રાહુલ તેવતિયા સારા સાબિત થઇ શકે છે, જે બેટીંગ અને બોલિંગ બંને વડે જીતાડવામાં માહિર છે. રાહુલ તેવતિયા ગત વર્ષે આઇપીએલમાં આમ કરી ચૂક્યા છે.

ઇગ્લેન્ડ  (England) વિરૂદ્ધ નિર્ણાયક મુકાબલામાં કેએલ રાહુલની પ્લેઇંગ ઇલેવનમાંથી છુટ્ટી મળી શકે છે. કેએલ રાહુલના બેટ વડે ગત પાંચી ટી-20 ઇનિંગમાં ફક્ત 15 રન બનાવ્યા છે, જ્યારે ત્રણ વાર તે ખાતુ ખોલ્યા વિના આઉટ થઇ ગયા. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હાલ ટી-20 સીરીઝમાં કેએલ રાહુલે 1,0,0 નો સ્કોર બનાવ્યો છે. એવામાં કેએલ રાહુલના બદલે શિખર ધવનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. શિખર ધવન ઓપનિંગમાં રોહિત શર્મા સાથે હંમેશા હિટ સાબિત થયા છે. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, જો ઇંગ્લેન્ડ  (England) વિરૂદ્ધ આ ટી-20 સીરીજને જીતી લે છે, તો તે સતત છઠ્ઠીવાર ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝ પર કબજો કરી લેશે. બાંગ્લાદેશ વિરૂદ્ધ વર્ષ 2019માં રમાયેલી ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝને લઇને અત્યાર સુધી ટીમ ઇન્ડીયા (Team India) સતત 5 સીરીઝ જીતી ચૂકી છે.

આ પણ વાંચો…

જો બાઇડેન(Joe Biden) વિમાનની સીડીઓ ચડતાં ત્રણ વાર પડ્યા- વીડિયો થઇ રહ્યો છે વાયરલ, અમેરિકાના રાષ્ટ્રપતિના ફિટનેસને લઇને ઉઠી રહ્યાં છે સવાલો