Ishanpur gang rap case: ઇશનપુર વિસ્તારની ઘટના; સગીરા સાથે ગેંગ રેપ ગુજારનાર ત્રણ નરાધમને જીવે ત્યાં સુધીની સજા

Ishanpur gang rap case: સગીરા સાથે ગેંગ રેપ ગુજારનાર ત્રણ નરાધમને જીવે ત્યાં સુધીની સજા

  • Ishanpur gang rap case: સગીરા સાથે દુષ્કર્મ ગુજારતા 7 માસનો ગર્ભપાત હાઈ કોર્ટના આદેશથી કરાયો હતો.
  • ભોગ બનનારના 164ના નિવેદનના આધારે કોર્ટએ સજા ફટકારી

અમદાવાદ, ૧૦ જાન્યુઆરીઃ Ishanpur gang rap case: શહેરના ઇશનપુર વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે બળજબરી પૂર્વક સામુહિક દુષ્કર્મ ગુજારવાના ચકચાર ભર્યા કેસમાં સ્પે.પોકસો કોર્ટના જજ એચ. એ.ત્રિવેદીએ ત્રણ આરોપીઓને તકસીવાર ઠેરવી જીવે ત્યાં સુધી સજા ફટકારી છે. ભોગ બનનારને એક લાખ વળતર તરીકે ચૂકવવા પણ આદેશ કર્યો છે.

કોર્ટે પોતાના ચુકાદા માં એવું અવલોકન કર્યું હતું કે,આરોપીઓની સામે ગંભીર પ્રકારનો ગુનો છે.ભોગબનનારના 164 મુજબના નિવેદનના આધારે સજા ફટકારી હતી. સજા પામેલમાં મનીષ વાળદ,મેહુલ મરાઠી અને પવન યાદવનો સમાવેશ થાય છે.

બનાવની વિગત એવી છે કે,ગઈ તા.12/5/2019ના રોજ સગીરા ઘરે એકલી હતી ત્યારે આરોપી મનિષે બળજબરી પૂર્વક મોઢું દબાવી દુષ્કર્મ ગુજારી ફોટા પાડી લીધા હતા.તેના બીજા મિત્રો આરોપીઓએ પણ ફોટા વાઇરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી વારંવાર ત્રણે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યો હતો.જેમાં એક સગીર કિશોરે પણ દુષ્કર્મ ગુજાર્યો હતો.તેનો કેસ હાલ બાળ અદાલતમાં પડતર છે.

સગીરાને 7 માસનો ગર્ભ રહી જતા હાઇકોર્ટ થી ગર્ભપાતની પરવાનગી મેળવી હતી.આ કેસ ચાલી જતા સરકારી વકીલ નિલેશ લોધા એ 27 સાક્ષી તપસ્યા હતા અને25 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

આ પણ વાંચો…Uttarayan festival Sop: ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે રાજ્ય સરકારે જાહેર કરી SOP- વાંચો વિગત

Whatsapp Join Banner Guj