Uttarayan festival Sop

Uttarayan festival Sop: ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે રાજ્ય સરકારે જાહેર કરી SOP- વાંચો વિગત

Uttarayan festival Sop: કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો /રસ્તાઓ વગેરે પર એકત્રીત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી

અમદાવાદ, 10 જાન્યુઆરી: Uttarayan festival Sop: તારીખ૧૪-૧૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ઉત્તરાયણ તથા વાસી- ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. આથી, રાજયમાં હાલમાં પ્રવર્તમાન COVID-19ની પરિસ્થિતિ ધ્યાને લેતાં તા.૧૧,૦૧.૨૦૨૨ થી તા.૧૭.૦૧.૨૦૨૨ સુધી નીચે મુજબની સૂચનાઓ અમલમાં મુકવામાં આવે છે :

  1. કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો /રસ્તાઓ વગેરે પર એકત્રીત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી.
  2. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતીમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો (close family members only) સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યું છે.
  3. માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહી. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.
  4. મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી. ફ્લેટ/રહેણાંક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી/કફ્લેટના સેક્રેટરી/અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુધ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
  5. મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રીત થવા પર પ્રતિબંધ રહેશે.
  6. મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઇ પણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિસ્ન્સીંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
  7. ૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ/અન્ય રોગોથી પિડીત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી ઓછી વયના વ્યકિતઓ દરે રહે તે સલાહભર્યું છે.
  8. કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઇ પણ પ્રકારના લખાણો/સ્લોગન/સિત્રો પતંગ પર લખી શકાશે નહી.
  9. નામ. સુપ્રિમ કોર્ટ/ હાઇકોર્ટ તથા 1101′ ની સૂચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક/કાંચ પાયેલા માંઝા, પ્લાસ્ટીક દોરી વિગેરે પ્રતિબંધિત રહેશે. આ અંગે ગૃહ વિભાગના તા.૦૬.૦૧.૨૦૨૨ના પત્ર ક્રમાંક:વિ-૨/ડી.એસ.એમ./૧૩૨૦૧૬/હા.કો.૦૨ (પા.ફા.)થી અપાયેલ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે .
  10. જે વ્યક્તિઓ રાજયમાં જુદા-જુદા શહેરોએ આવેલ પતંગ બજાર જેવા કે અમદાવાદ શહેરમાં આવેલ રાયપુર, ટંકશાળ, નરોડાની મુલાકાત લે ત્યારે €01710-19 સંબંધી દિશા નિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યકિતઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે.
  11. COVID-19 સંદર્ભ રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા/ માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.
  12. રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ આણંદ તથા નડીયાદ શહેરમાં લાગુ કરવામાં આવેલ રાત્રિ કર્ફયુનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  13. ઉપરોકત તમામ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલીંગ રાખવાનું રહેશે તથા જરૂરીયાત અનુસાર ડ્રોન તેમજ સી.સી.ટી.વી. મારફતે પણ Surveillance રાખવાનું રહેશે.

ઉપરોકત સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત The Disaster Management Act, 2005 2005 તેમજ The Indian Penal Code, 1860ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

આ પણ વાંચોઃ Over 1000 Dehli policemen corona positive: દિલ્હી ખાતે એડિશનલ કમિશનર સહિત 1000થી વધારે પોલીસકર્મી થયા સંક્રમિત- વાંચો વિગત

Whatsapp Join Banner Guj