IT raid

IT Raid: અમદાવાદમાં IT વિભાગના દરોડા, વહેલી સવારે ઓફીસ પર સર્ચ ઓપરેશન શરુ

IT Raid: ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે અમદાવાદની બે જાણીતી કંપનીઓ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું

અમદાવાદ, 23 નવેમ્બરઃIT Raid: અમદાવાદથી IT ના દરોડાના મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) ASTRAL કંપની પર આવકવેરા વિભાગે વહેલી સવારે તવાઈ બોલાવી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે અમદાવાદની બે જાણીતી કંપનીઓ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ ઓપરેશન(IT Raid) શરૂ કરાયું છે. મળતી વિગતો મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં કંપનીના વિવિધ સ્થળો પર તાપસ ચાલી રહી છે.


અમદાવાદમાં એકસાથે 25 જગ્યા પર સર્ચમાં એસ્ટ્રલ પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનીયર અને રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં ઇન્કમટેક્સની ટીમ તપાસ કરી રહી છે. આ ઉપરાંત બંને કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ ચાલુ છે. બંને કંપની સાથે સંકળાયેલ મોટા અધિકારીઓને ત્યાં ચાલતા સર્ચ ઓપરેશનમાં લગભગ 150થી વધુ અધિકારીઓ જોડાયા છે. આ સર્ચમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ State election date announce: ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર, 19 ડિસેમ્બરે મતદાન

Whatsapp Join Banner Guj