Income tax office ahmedabad

IT Raid: અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા શહેરના કુલ 24 થી વધુ એકમો પર દરોડા પાડવામાં આવ્યા- વાંચો કોને કોને ત્યાં પડ્યા દરોડા?

IT Raid: વહેલી સવારે શરૂ કરાયેલા આ ઓપરેશનથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો પડી ગયો છે, જેમાં સમભાવ ગ્રુપ પર આવકવેરાના દરોડા પડ્યા

અમદાવાદ, 08 સપ્ટેમ્બરઃ IT Raid: અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં શહેરનાં 6 લેન્ડ ડિલર્સને ત્યાં IT વિભાગ ત્રાટકયું છે. શહેરના કુલ 24 થી વધુ એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સમભાવ ગ્રુપ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના દિગ્ગજોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે. અમદાવાદમાં લાંબા સમય બાદ આઈટીનું મેગા ઓપરેશન હાથ ધરાયુ છે. આવકવેરા વિભાગના દરોડાથી ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે શરૂ કરાયેલા આ ઓપરેશનથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો પડી ગયો છે.

આ પણ વાંચોઃ Gujarat teachers protest: શિક્ષકો સામે સરકારે નમતુ જોખ્યું, 8 કલાક ડ્યુટીનો પરિપત્ર કર્યો રદ- વાંચો શું છે મામલો?

કોને કોને ત્યાં દરોડા
– દિપક ઠક્કર અને યોગેશ પુજારા ITની ઝપટે
– કે.મહેતા ગ્રુપ પર આવકવેરા વિભાગની તવાઈ 
– સમભાવ ગ્રૂપ
– મનોજ, કિરણ, શૈલેષ, રાજેશ વડોદરિયાને ત્યાં દરોડા
– નિલા સ્પેસ, વાસુભૂતિ માર્કેટિંગ, વેદ ટેકનોસર્વમાં રેડ
– અશોક ભંડારી, જગદીશ પાવરા, શીતલ ઝાલાને ત્યાં દરોડા 

Whatsapp Join Banner Guj