startup visit CM

Startups Demonstration at CM house: મુખ્યમંત્રીનું નિવાસ સ્થાન પ્રાંગણ બન્યું યુવા સ્ટાર્ટઅપ્સની નવિન શોધ-સંશોધનના ડેમોન્સ્ટ્રેશનનું આંગણ

Startups Demonstration at CM house: આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ નેમ સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયો સ્ટાર્ટઅપ્સથી સક્સેસ સંવાદ-નિર્દશન કાર્યક્રમ

  • યુવા સ્ટાર્ટઅપ્સને સફળતા-સિદ્ધિ માટે આઇ-ક્રિએટ જેવી સંસ્થાના માર્ગદર્શન સાથે સરકાર સેતુરૂપ બનવા પ્રયત્નશીલ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • પ્રધાનમંત્રીએ દરેક ક્ષેત્રે હરેકને તક મળે-હરેક વ્યક્તિ દેશ માટે કંઇક કરી શકે તેવા રાષ્ટ્રહિત ભાવથી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું છે : મુખ્યમંત્રી

અહેવાલ: ઉદય વૈષ્ણવ, સી. એમ- પીઆરઓ
ગાંધીનગર, ૧૮ નવેમ્બર:
Startups Demonstration at CM house: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના યુવા સ્ટાર્ટઅપ્સને સફળતા માટે આઇ-ક્રિએટ જેવી શોધ – સંશોધન સંસ્થાન દ્વારા માર્ગદર્શન અને સહાયથી રાજય સરકાર સેતુ બનવા પ્રયત્નશીલ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, હોનહાર યુવા શક્તિની આવી નવિન શોધને કોઇ ઇનિશિએટિવઝ અત્યાર સુધી મળતા ન હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક ક્ષેત્રે હરેકને તક મળે, હરેક વ્યક્તિ દેશ માટે કંઇક કરી શકે તેવા રાષ્ટ્રહિત ભાવથી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું છે.

મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આયોજીત સ્ટાર્ટઅપ્સથી સક્સેસ સંવાદ શ્રેણીમાં રાજ્યના યુવા સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ જિલ્લા, શહેરોમાંથી આવેલા આ યુવા સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપતા કહ્યું કે, યુવા શક્તિના આવા સમાજ ઉપયોગી સ્ટાર્ટઅપ્સ અને નવિન આયામો દેશ અને રાજ્ય માટે ગૌરવ રૂપ છે અને લાભદાયી પણ છે જ.

Startups Demonstration at CM house

મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે કરેલી (Startups Demonstration at CM house) શોધ કે સિદ્ધિ કોઇ બિરદાવે તો અલગ જ પ્રોત્સાહન તથા આનંદ મળે છે. આવો આનંદ જે આત્મવિશ્વાસ વધારે છે તે આજીવન કાયમ રહે છે અને મુશ્કેલી-તકલીફના સમયે માર્ગદર્શન કરતો રહે છે એમ પણ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીએ યુવા સ્ટાર્ટ અપ્સને જરૂર જણાયે યોગ્ય મદદ માટે રાજ્ય સરકારની તત્પરતા પણ દર્શાવી હતી. તેમણે 25 જેટલા યુવા સ્ટાર્ટઅપ્સના આગવા શોધ-સંશોધનોનું ડેમોન્સ્ટ્રેશન દરેક પાસે જઇને રસપૂર્વક પ્રત્યક્ષ નિહાળ્યું હતું અને તેની વિશેષતાઓ જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj