image 2

નવા કરદર વગરનું જામનગર મહાનગરપાલિકા નું બજેટ (JMC budget) સ્થાયી સમિતિ માં રજૂ કરાયું.

jmc budget

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨2 માર્ચ:
કોરોના કાળમાં જામનગર મહાપાલિકાના (JMC budget) વર્ષ 2021-22ના કોઇપણ નવા કરબોજ વગરના 612.49 કરોડના અંદાજપત્રનું જામ્યુકોની સ્થાયી સમિતિ દ્વારા બહાલી આપવામાં આવી છે. આ બજેટમાં કોરોનાને કારણે નવો કોઇ જ કર વધારો સૂચવવામાં આવ્યો નથી. હાલના જે દર છે તે દર યથાવત રાખવામાં આવ્યા છે. બજેટમાં ગત વર્ષ કોરોનાને કારણે અટકી પડેલાં આંતરમાળખાકિય કામોને પૂર્ણ કરવા પર જોર આપવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Eng

 જામનગર મહાપાલિકાનું વર્ષ 2021-રરનુઁ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમીશ્નર સતીષ પટેલ દ્વારા સ્થાયી સમિતિ અધ્યક્ષ મનિષ કટારિયાને સુપ્રત કરવામાં આવ્યું હતું. કોરોના અને ચૂંટણીને કારણે વિલંબથી રજૂ થયેલાં 612.49 કરોડના (JMC budget) બજેટમાં કોઇપણ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી. વર્ષના અંતે 203 કરોડની પૂરાંત દર્શાવવામાં આવી છે. કોરોના કાળને કારણે વિલંબથી રજૂ થયેલાં આ બજેટમાં નવા વેરા કે નવા કામોના સમાવેશનો કોઇ અવકાશ ન હોય કોઇપણ જાતના ખચકાટ કે વિલંબ વગર સ્થાયી સમિતિ દ્વારા આ બજેટને બહાલી આપી દેવામાં આવી હતી.

ADVT Dental Titanium

આગામી 30 માર્ચે યોજાનારી જામ્યુકોની સામાન્ય સભાની બજેટ બેઠકમાં બજેટ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતિમ બહાલી આપવામાં આવશે. આજે રજૂ કરાયેલા બજેટમાં (JMC budget) ગત વર્ષ કોરોનાને કારણે અટકી પડેલાં કે વિલંબથી ચાલી રહેલાં વિકાસ કામોની વેગ આપી પૂર્ણ કરવા તરફ જોર આપવામાં આવ્યું છે. આ વર્ષે ‘નલ સે જલ’ અભિયાન અંતર્ગત શહેરમાં પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભું કરવા માટે નવા રપ કરોડના કામો હાથ ધરવામાં આવશે. જયારે સાથે-સાથે ભૂગર્ભ ગટર નેટવર્ક ઉભું કરવા માટે પણ 61.79 કરોડના કામો હાથ ધરવામાં આવશે.

JMC budget

જયારે શહેરમાં સડક યોજના અને લોકભાગીદારી અંતર્ગત રપ કરોડના ખર્ચે ડામર અને સિમેન્ટ રોડનું નિર્માણ કરવામાં આવશે. આંતરમાળખાયિક સુવિધાના કામો અંતર્ગત ટાગોર કલ્ચરલ કોમ્પ્લેક્ષનો ડીપીઆર તૈયાર કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો…Vaccine Alert: રસી લીધા બાદ રાખો આ બાબતનું ખાાસ ધ્યાન,નહીં તો થઇ શકે છે મોટું આર્થિક નુકસાન