Kailash chaudhary

Kailash chaudhary visit ambaji: શક્તિપીઠ અંબાજી આવી પહોંચ્યા કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાશ ચૌધરી

Kailash chaudhary visit ambaji: અંબાજી પહોંચેલા કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીનું બાળકીના હસ્તે કુમકુમ તિલક સાથે તેનો સ્વાગત કરાયું હતું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 22 નવેમ્બર: Kailash chaudhary visit ambaji: ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2022 ને લઈ સમગ્ર રાજ્યમાં જોરશોરથી રાજકીય અને રાષ્ટ્રીય પક્ષોનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે એટલું જ નહીં અન્ય રાજ્યો નો નેતા, મંત્રી, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પક્ષના પ્રચાર અર્થે નેતાઓ આવી રહ્યા છે, નેતાઓની સાથે કેન્દ્રીય મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીઓ પણ ગુજરાતનો સતત પોતાની પાર્ટીને જીતાડવાનો પ્રયાસો હાથ ધાર્યા છે.

ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય મંત્રી કૃષિ મંત્રી કૈલાશ ચૌધરી પણ શક્તિપીઠ અંબાજી આવી પહોંચ્યા હતા અંબાજી કાર્યકર્તાઓ તેમજ દાંતા તાલુકા મતવિસ્તારના ના અગ્રણી પદાધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી. જે રીતે સમગ્ર ગુજરાતના ઈલેકસન ઉપર દેશ અને દુનિયાની નજર છે ત્યારે ગુજરાતમાં ફરીથી બહુમતીથી ને 150 સીટો સાથે ગુજરાતમાં ભાજપમાં બહુમતીથી વિજય બને તેવા પ્રયત્નો હાથ દરવાજ જણાવ્યું હતું.

ખાસ કરીને યુવાનો અને સાથે મહીલોઓ સાથે તમામ કાર્યકર્તોમાં વધુમાં વધુ ઉત્સાહ અને જોશ પુરાય કે તેવા પ્રયાસો કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા કૈલાશ ચૌધરી આજે શક્તિપીઠ અંબાજી માં અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ અંબાજી પહોંચેલા કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીનું બાળકીના હસ્તે કુમકુમ તિલક સાથે તેનો સ્વાગત કરાયું હતું ભાજપના કાર્યકર્તા અને પદાધિકારીઓ પણ તેમને અંબાજી શહેરમાં પદયાત્રા પણ યોજી હતી અને આ પદયાત્રાની સાથે પાછળ બાઈક રેલી પણ જોડાઈ હતી અને સમગ્ર અંબાજી શહેરમાં એક સંદેશો પહોંચાડી અને ભાજપને ફરી ભારે બહુમતીથી સ્પષ્ટ વિજય કરાવવા માટે આહવાન કરાવ્યું હતું.

અંબાજી ખાતે પહોંચેલા કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આપ પાર્ટી બંને એકબીજા ઉપર દોષારોપણ કરે છે આપ પાર્ટી કોંગ્રેસને ભાજપા ની બી પાર્ટી ગણાવી રહી છે ત્યારે કોંગ્રેસ આપને ભાજપા ની બી પાર્ટી ગણાવી રહી છે, પણ બંને પાર્ટીઓ ભ્રષ્ટાચાર થી ખદબદેલી પાર્ટીઓ છે કે જેમણે દિલ્હી અને પંજાબમાં જે પરિસ્થિતિ કરી છે તેવી પરિસ્થિતિ ભ્રષ્ટાચારવાળી રાજ્યમાં કરવા માંગે છે, તેમણે જણાવ્યુ હતુ કે પ્રજા સમજુ અને શાણી છે તેથી કરીને આ વખતે બે માંથી કોઈને પણ વોટ આપશે નહી.

એકમાત્ર વિશ્વાસુ પાર્ટી એટલે કે ભાજપાને બહુમતીથી જીતાડશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો, અને આ બહુરૂપિયા જેવી અલગ અલગ પાર્ટીઓ ઉપર વિશ્વાસ નહીં રાખે એટલું જ નહીં સાથે કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે પાર્ટી જે છે ભાજપા એ રાષ્ટ્રવાદી અને વિશ્વાસુ પાર્ટી છે અને ગુજરાતની ચૂંટણી ઉપર પાકિસ્તાન પણ ગંભીરતાપૂર્વક જોઈ રહ્યું છે પાકિસ્તાન નથી ઇચ્છતું એ ગુજરાતમાં રાષ્ટ્રવાદી વિચારધારા વાળી ભાજપાની સરકાર બને પાકિસ્તાન ઇચ્છે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને.

(આપ પાર્ટી કોંગ્રેસને ભાજપા ની બી પાર્ટી ગણાવી રહી છે ત્યારે કોંગ્રેસ આપને ભાજપા ની બી પાર્ટી ગણાવી રહી છે, પણ બંને પાર્ટીઓ ભ્રષ્ટાચાર થી ખદબદેલી પાર્ટીઓ છે કે જેમણે દિલ્હી અને પંજાબમાં જે પરિસ્થિતિ કરી છે)

(ગુજરાતની ચૂંટણી ઉપર પાકિસ્તાન પણ ગંભીરતાપૂર્વક જોઈ રહ્યું છે પાકિસ્તાન નથી ઇચ્છતું એ ગુજરાતમાં રાષ્ટ્રવાદી વિચારધારા વાળી ભાજપાની સરકાર બને પાકિસ્તાન ઇચ્છે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને)

આ પણ વાંચો: Okha-rameshwaram express train: ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે, વાંચો…

Gujarati banner 01