Kalupur blast case: કાશ્મીરમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન : બે જેહાદીઓની ધરપકડ, કાલુપુર બ્લાસ્ટનો આતંકી 15 વર્ષ બાદ ઝડપાયો

Kalupur blast case: બ્લાસ્ટના આતંકી બિલાલ કાશ્મીરીની બારામુલ્લામાંથી કરાઇ ધરપકડ, જ્યારે ગુજરાતમાં ચરસ ધુસાડનાર હુસેન અલી ડારને અનંતનાગમાંથી ઝડપી લેવાયો

અમદાવાદ, 30 સપ્ટેમ્બર: Kalupur blast case: ગુજરાતમાં આતંકી ષડયંત્રની સામે રાજ્યની ATSને મોટી સફળતા મળી છે. પંદર વર્ષથી ફરાર ચાલી રહેલા બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે. રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમા તેમણે આ ઓપરેશનમાં સામેલ પોલીસ જવાનોની પીઠ થાબડી હતી. બે આરોપીઓમાંથી એક આરોપી અમદાવાદ બ્લાસ્ટનો છે જ્યારે બીજો આરોપી ચરસ ઘૂસાડવાના ગુનામાં સંડોવાયેલો છે.

આ પણ વાંચોઃ india to take part in sco anti terror exercise in pakistan: પાકિસ્તાન ખાતે યોજાનારા આતંકવાદ વિરોધી અભ્યાસમાં હિસ્સો લેશે ભારત- વાંચો વિગત

ગુજરાત ATS દ્વારા કાલુપુર બ્લાસ્ટ કેસના ફરાર આરોપી બિલાલ અસ્લમ કાશ્મીરીની કાશ્મીરના બારામુલ્લાથી ધરપકડ કરી છે. વર્ષ 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પાસે બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં બિલાલ અસ્લમ કાશ્મીરી છેલ્લા 15 વર્ષથી વૉન્ટેડ હતો. જેની કાશ્મીરના બારામુલ્લા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

આતંકી બિલાલ અસ્લમે પૂછપરછમાં ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, બ્લાસ્ટ પહેલા આતંકવાદીઓને કેરળના મદરેસામાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે બાદ હવે સુરક્ષા એજન્સીઓએ એ દિશામાં તપાસ હાથ ધરી છે. એક મહિના અગાઉ જ ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 19 ફેબ્રુઆરી, 2006માં થયેલા બ્લાસ્ટ કેસના એક આરોપી અબ્દુલ રઝાક ગાઝીની પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી બાંગ્લાદેશ બોર્ડર નજીક બસીરહાટથી ધરપકડ કરવામાં આવી હતી. અબ્દુલ ગાઝીએ બ્લાસ્ટના મુખ્ય આરોપી બિલાલ અસ્લમ કાશ્મીરી અને મહમદ ઈલિયાસ સમર મેનનને પોતાના ત્યાં આશરો આપ્યો હતો.

આ પણ વાંચોઃ Kartik Aaryan trolled: કાર્તિક આર્યન પોતાની આવનારી ફિલ્મના લુક પર થયો ટ્રોલ- વાંચો વિગત

બ્લાસ્ટ પહેલા બિલાલ કશ્મીરી નામનો આતંકી 2006માં ભરૂચમાં આવેલ મદરેસામાં ભણતો હતો અને તે બાદ તે લશ્કર એ તોયબા નામક ખૂંખાર આતંકવાદી સંગઠનમાં જોડાઈ ગયો હતો.

તપાસમાં સામે આવ્યું હતું કે બિલાલ કાશ્મીરી મદરેસામાં ભણેલા લોકોને ટ્રેનિંગ માટે પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ આખી ઘટનામાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એક અન્ય એક આરોપી બશીર કાશ્મીરી નામક આતંકવાદી કાશ્મીરમાં એક એન્કાઉન્ટમાં ઠાર થયો હતો.

બ્લાસ્ટ પાછળ LETના મોડ્યુલનાં આતંકવાદીઓનો હાથ – DGP આશિષ ભાટિયા

DGP આશિષ ભાટિયાએ કહ્યું કે ગુજરાત પોલીસને આજે મોટી સફળતા મળી છે જેમા એક આરોપી અમદાવાદમાં બ્લાસ્ટનો આરોપી છે જ્યારે બીજો ગુજરાતમાં ચરસ ઘૂસાડવાનો આરોપી છે. વર્ષ 2006માં ગુજરાતનાં અમદાવાદ શહેરમાં આવેલ કાલુપુર સ્ટેશન પર અડધી રાતે દોઢ વાગે બ્લાસ્ટ થયો હતો જેમા એક વ્યક્તિનું મોત થયું હતું. આ મામલે તપાસ કરવામાં સામે આવ્યું હતું કે કાશ્મીરથી LETના મોડ્યુલનાં આતંકવાદીઓ આ આતંકી હુમલાઓની પાછળ હતા. આતંકી હુમલા કરનારા નવ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે છેલ્લા 15 વર્ષથી બિલાલ કાશ્મીરી નામનો આરોપી ફરાર ચાલી રહ્યો હતો.

ચરસનો આરોપી હુસૈન અલી ડારની પણ ધરપકડ

બીજા જે આરોપીની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેનું નામ મોહંમદ હુસેન ઉર્ફે હુસેન અલી ડાર છે. ગુજરાતમાં 108 કિલો ચરસ લાવવાનો આરોપી ડાર પણ 2006થી જ ફરાર હતો. ઉનવામાં પકડાયેલા દસ કિલો ચરસનાં કેસમાં પૂછપરછ બાદ ડારનું નામ ખૂલ્યું હતું. આ જ કેસમાં પહેલા શંકરપ્રસાદ નામક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જે એરફોર્સની નોકરી છોડીને તેના જ આઈ કાર્ડનો ઉપયોગ કરીને રાજ્યમાં ચરસ છુપાડતો હતો.

Whatsapp Join Banner Guj