rain

સાઇકોલોન બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ(kamosami varsad) તુટી પડ્યો..!

રાજકોટ, 24 મેઃkamosami varsad: રાજ્યમાં વાવાઝોડા બાદ વાતાવરણમાં આવેલા પલટાને પગલે જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજકોટના શાપર વેરાવળ, સરધાર, ગોંડલ, ગોમટા, રોનકી તેમજ લોધિકાના કંગાસીયાળી ગામમાં ખેતરમાં પડેલા પાકને આ વરસાદી ઝાપટાથી નુકસાન પણ થયું હતું. લોધિકા અને આસપાસના વિસ્તારમાં ડમરી સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો કેટલાક ગામોમાં ભારે પવન સાથે કરા અને છાંટા પડયાનું નોંધાયું છે. નૈઋત્ય ચોમાસાના આગમનને હજુ વાર છે પરંતુ છેલ્લાં 2થી 3 દિવસથી ભીષણ ગરમી બાદ આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો.

kamosami varsad

રાજકોટ શહેરમાં ઓન બપોર બાદ વાદળો છવાયા હતા. કેટલાક સ્થળે વરસાદી(kamosami varsad) છાંટા પડયા હતા, તો ધૂળની ડમરી પણ ઉડી હતી. જોકે ચોમાસા પહેલા આ પ્રકારનું વાતાવરણ સામાન્ય માનવામાં આવે છે.તો બીજી તરફ અમરેલીના કેટલાક પંથકમાં પણ વરસાદ શરૂ થયો હતો. બાબરા શહેર તેમજ આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

kamosami varsad

પવન સાથે વરસાદ(kamosami varsad) પડતાં રોડ રસ્તાઓ પાણી-પાણી થયા હતા. ચમારડી,ગળકોટડી ગામમાં પણ વરસાદ પડ્યો હતો. અમરેલીના ગાવડકા અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત કુંકાવાવ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. કુંકાવાવ, અમરાપુર, નાની કુકાવાવ, ઉજલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો…..

અંબાજી પોલીસ ઊંઘતી રહી અને LCBએ અંગ્રેજી દારૂ પકડ્યો..!