Es4oiWQW4AAa7Wt edited

અગામી ફિલ્મમાં કંગના ભજવશે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા, એક્ટ્રેસે સ્પષ્ટ કર્યું કે આ બાયોપિક નહીં હોય..!

Es4oiWQW4AAa7Wt edited

બોલિવુડ ડેસ્ક, 29 જાન્યુઆરીઃ કોન્ટ્રોવર્સિ એક્ટ્રેસ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જી, હાં વાત કરી રહ્યા છીએ કંગના રનૌતની. પરંતુ આજે કંગના તેના નિવેદનના કારણે નહીં પણ તેની અગાફી ફિલ્મને લઇને ચર્ચામાં છે. જી, હાં કંગના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. જો કે આ ફિલ્મનું નામ નક્કી થયું નથી, પરંતુ એક્ટ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, આ ફિલ્મ ઇન્દિરા ગાંધીની બાયોપિક નહીં હોય.

Whatsapp Join Banner Guj


કંગના રનૉત ‘થલાઈવી’ બાદ બીજીવાર પોલિટિકલ ફિલ્મમાં જોવા મળશે. કંગનાએ ફિલ્મ વિશે જણાવ્યું કે, આ ફિલ્મનું ટાઈટલ અંગે હજુસુધી નિર્ણય લેવાયો નથી અને આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાનની બાયોપિક નહીં હોય. હાલ આ પ્રોજેક્ટ પર કામ શરું છે અને સ્ક્રિપ્ટ ફાઈનલ સ્ટેજમાં છે. આ એક ગ્રાન્ડ પીરિયડ ફિલ્મ છે જે આજની પેઢીને ભારતની પોલિટિકલ સ્થિતિ સમજાવવામાં મદદ કરશે.

કંગનાએ જણાવ્યું કે, ‘હું ભારતીય રાજકીય ઈતિહાસના સૌથી આઈકોનિકલ લીડરનું પાત્ર ભજવવા જઈ રહી છું. આ ફિલ્મ એક પુસ્તક પર આધારિત છે.’ જોકે કંગનાએ પુસ્તકનું નામ જણાવ્યું નહીં. કંગના ઈમરજન્સી અને ઓપરેશન બ્લૂ સ્ટાર પર પણ ફિલ્મ્સ બનાવશે. કંગના સાથે અગાઉ ‘રિવૉલ્વર રાની’માં કામ કરી ચૂકેલા ડિરેક્ટર સાઈ કબીર આ ફિલ્મને ડિરેક્ટ કરશે અને તેમણે જ સ્ક્રિપ્ટ લખી છે. પૂર્વ વડાપ્રધાન પરની ફિલ્મને ગ્રાન્ડ લેવલે તૈયાર કરવામા આવશે. જેમાં સંજય ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાઓનો પાત્રો પણ જોવા મળશે.

Whatsapp Join Banner Guj

કંગના રનૉત હાલ પોતાની આગામી ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ ભોપાલમાં કરી રહી છે. તે પછી કંગના ‘તેજસ’માં જોવા મળશે. આ ઉપરાંત કંગનાએ તાજેતરમાં જ પોતાની 2 ફિલ્મ્સ ‘અયોધ્યા’ અને ‘મણિકર્ણિકા રિટર્ન્સ’ની જાહેરાત કરી હતી. કંગના રનૉત સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કરતી રહે છે. જોકે મોદી સરકારનું સમર્થન કરતી કંગના શું ઈન્દિરા ગાંધીના પાત્ર સાથે ન્યાય કરી શકશે? આ જોવું રસપ્રદ રહેશે. ગત વર્ષે જ કંગનાની માતા ભાજપમાં જોડાયા હતા. એવામાં પોતાની વિચારધારાને સાઈડમાં રાખી ઈન્દિરાનું પાત્ર ભજવવું કંગના માટે મોટો પડકાર રહેશે.

આ પણ વાંચો….

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ સત્રની શરુઆત કરતાં સભા સંબોધતા, 26મી જાન્યુઆરી થયેલી હિંસાને દુર્ભાગ્ય પૂર્ણ ગણાવી..!