Kankaria Carnival 2022 dance

Kankaria Carnival-2022: કાંકરિયા કાર્નિવલ-2022 નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Kankaria Carnival-2022: હેરિટેજ સિટી અમદાવાદ ખાતેથી ‘કાંકરિયા કાર્નિવલ – ૨૦૨૨’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Kankaria Carnival-2022: મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતેથી પાવાગઢના પરિસરમાં આજથી પંચમહોત્સવનો વર્ચ્યુઅલી શુભારંભ પણ કરાવ્યો

  • નરેન્દ્રભાઈ મોદીએ કાંકરીયાનો રંગરૂપ બદલીને અને અમદાવાદમાં સિટીઝન સેન્ટ્રિક સેવાઓ વિકસાવીને સુશાસનનું આગવું ઉદાહરણ પૂરું પાડ્યું
  • નરેન્દ્રભાઈના દ્રષ્ટિવંતા આયોજનોને પરિણામે કાંકરિયા લેકફ્રન્ટ લોકપ્રિય રિક્રિએશન સ્પોટ બન્યુ
  • ગુજરાતે આધુનિકતાને કેવું આત્મસાત કર્યું છે એનો નજારો કાંકરિયા કાર્નિવલમાં જોવા મળે છે
  • ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને પરંપરાગત લોકમેળાનો વૈભવ પાવાગઢ પંચમહોત્સવમાં જોવા મળે છે
  • વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નું લક્ષ્ય સિદ્ધ કરવાના સેવાયજ્ઞમાં સૌએ યોગદાન આપવાનું છે

અમદાવાદ, 25 ડિસેમ્બર: Kankaria Carnival-2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી ‘કાંકરિયા કાર્નિવલ- ૨૦૨૨’ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કાંકરીયાનો રંગરૂપ બદલીને અને અમદાવાદમાં સિટીઝન સેન્ટ્રિક સેવાઓ વિકસાવીને સુશાસનનું આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નરેન્દ્રભાઈના દ્રષ્ટિવંતા આયોજનોને પરિણામે આજે આ કાંકરિયા લેકફ્રન્ટ લોકપ્રિય રિક્રિએશન સ્પોટ બની ગયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં કહ્યું કે, ભારતના અમૃતકાળમાં યોજાઈ રહેલા આ પહેલા કાંકરિયા કાર્નિવલની થીમ પણ આઝાદીના અમૃત મહોત્સવની છે. સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલાં ધણા સ્મરણો અમદાવાદ પાસે છે. ગાંધીજીએ અહીં આશ્રમો સ્થાપ્યાં, દાંડીકૂચનો આરંભ અમદાવાદથી કર્યો, બાપુએ અનેક મહત્વની પ્રવૃત્તિઓ અમદાવાદથી જ સંચાલિત કરી. ઈતિહાસનું અપૂર્વ ગૌરવ અમદાવાદ પાસે છે અને આધુનિકતામાં પણ અમદાવાદ પાછળ નથી એમ તેમણે જણાવ્યું હતું.

Kankaria Carnival-2022 opening by CM Bhupendra Patel

સુશાસનના પ્રતીક સમો સુંદર અટલ બ્રિજ અમદાવાદની રોનક વધારી રહ્યો છે. ‘ગાંધી બ્રિજથી અટલ બ્રિજ’ની થીમ કાંકરિયા કાર્નિવલના શુભારંભ પ્રસંગને ખૂબ અનુરૂપ છે. એટલું જ નહીં આ થીમ અંતર્ગત થનારા કાર્યક્રમો અમદાવાદના ગૌરવવંતા ઈતિહાસને ઉજાગર કરશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું

કાંકરિયા કાર્નિવલના આયોજનને લઇને મુખ્યમંત્રીએ કહ્યું કે, બે વર્ષ બાદ આ મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે એટલે લોકોમાં ઉત્સાહ બમણો છે. આ વખતે પણ કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરો, નૃત્યનાટિકાઓ, લેઝર બીમ શો, યોગા-એરોબિક્સ, લાઈવ કેરેક્ટર્સ, ફૂડ ફેસ્ટિવલ, ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો તથા ડોગ શો ઉપરાંત નાનાં બાળકો માટે સાહસિક પ્રવૃત્તિઓ જેવાં સુંદર આયોજનો કરવામાં આવ્યાં છે. સાથે-સાથે કાંકરિયાની કિડ્ઝ સિટી, ટોયટ્રેન, ઝૂ, એક્વેરિયમ વગેરેની મજા નગરજનો માણી શકશે અને કાર્નિવલના સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને પાવાગઢના પરિસરમાં પ્રારંભ થયેલા પંચમહોત્સવની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે આધુનિકતાને કેવું આત્મસાત કર્યું છે એનો નજારો કાંકરિયા કાર્નિવલમાં જોવા મળે છે અને ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને પરંપરાગત લોકમેળાનો વૈભવ પાવાગઢ પંચમહોત્સવમાં જોવા મળે છે. પરંપરાની જાળવણી સાથે આધુનિકતાને અપનાવવાની નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વિકસાવેલી પ્રણાલી આ બન્ને મહોત્સવોમાં સાકાર થઈ છે.

પાવાગઢના પંચમહોત્સવમાં પણ લોકોને મનોરંજન સાથે આપણા ઈતિહાસ અને સંસ્કૃતિનું ગૌરવ અપાવે એવાં આયોજનો કરવામાં આવ્યાં છે. કાંકરિયા કાર્નિવલ અને પાવાગઢના પંચમહોત્સવ આ બન્ને લોકોત્સવોનો વધુમાં વધુ લોકો લાભ લેશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:Atal Bridge launched in Vadodara: નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તેવી સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, દેશના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીએ ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય આપ્યું છે, ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નું લક્ષ્ય સિદ્ધ કરવાના સેવાયજ્ઞમાં સૌએ યોગદાન આપવાનું છે.

આ અવસરે આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર કાંકરિયા કાર્નિવલનું સુંદર આયોજન કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સમગ્ર આયોજકોનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટલે આભાર વ્યક્ત કર્યો હતો.

આ અવસરે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમારે કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાંકરિયા તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને વિશ્વ કક્ષાનું પર્યટન સ્થળ બનાવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા શહેરની આ વિકાસયાત્રાને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે. મેયરશ્રીએ ‘કાંકરિયા કાર્નિવલ-૨૦૨૨’માં આગામી દિવસોમાં રજુ થનાર યોગ, હાસ્ય, સંગીત અને નાટ્ય પ્રસ્તુતિઓની તેમજ બાલનગરીની વિસ્તૃતમાં વિગતો પણ આપી હતી.

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નાસરન, સર્વે ધારાસભ્યઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01