12af560f f466 4d0a aba0 a4c1ca5d715b

બનાસકાંઠા જીલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અંબાજીમાં કરાટે કોચીંગ(karate coaching), 400 જેટલી વિદ્યાર્થીનીઓને અપાઇ તાલીમ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, 19 ફેબ્રુઆરીઃ મહિલા સશક્તીકરણ ની વાત હોય કે પછી મહિલા ને આત્મરક્ષણ ની વાત હોય સરકાર સતત ચિંતિત બની મહિલાઓ ની સુરક્ષા ને લઈ સતત ચિંતા કરતી રહેતી હોય છે હાલ ના સમય માં મહિલા હોય કે બાળકી હોય ઘર થી બહાર નીકળે તો તેના વાલી ભારે ચિંતા અનુભવતા હોય છે ત્યારે તેવા લોકો ને ચિંતામુક્ત કરવા ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ(karate coaching) દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિવિધ કાર્યક્રમો આપી રહી છે.

Whatsapp Join Banner Guj

અંબાજી માં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી 400 જેટલી વિદ્યાર્થીનીઓ ને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત કરાટે ની તાલીમ(karate coaching) આપવાની શરૂ કરાઈ છે બાળાઓ જયારે ઘરે થી નીકળી શાળા એ જતી હોય કે પછી શાળા થી ઘરે આથવા કોઈ અસામાજિક તત્વો દ્વારા રંજાડ થાય ત્યારે વિદ્યાર્થીની પોતે પોતાનું જાત રક્ષણ કરી શકે તે માટે અંબાજી ની કન્યાશાળા માં 7 દિવસ ની આ તાલીમ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે જેને લઈ બી.ડી. મહેતા કન્યા વિદ્યાલય શાળા ના આચાર્યા મયુરી બેન પટેલ પ્રભાવિત જ નહીં પણ સરકાર ની આ કામગીરી ને વખાણી રહ્યા છે ને છોકરીઓ આત્મરક્ષણ કરવા સક્ષમ બનશે તેવો ભાવ પણ બતાવી રહ્યા છે જોકે હાલ આ કરાટે કોચિંગ માત્ર 7 દિવસ નુ જ હોવાથી સરકાર અને જિલ્લા પોલીસ વડા તાલીમ કેમ્પ નો સમય વધારવા તેમજ અવારનવાર તાલીમ આપતા રહેવા માંગ કરાઈ રહી છે.

Whatsapp Join Banner Guj

બનાસકાંઠા જિલ્લા માં કરાટે કોચ દ્વારા 4000 જેટલી બાળાઓ ને કરાટે ની તાલીમ આપવા આયોજન કરાયું છે જેમાં 2000 જેટલી બાળાઓ ને તાલીમ આપી દેવામાં આવી છે જયારે બનાસકાંઠા જિલ્લા ના અન્ય વિસ્તારો ની શાળાઓ માં 2000 જેટલી બાળાઓ ને તાલીમ આપવાનો હાલ ચાલુ છે ને ચોક્કસ પણે આ કરાટે ની તાલીમ(karate coaching) લીધા બાદ વિદ્યાર્થીની ઓ પોતાનું રક્ષણ કરવામાં સક્ષમ બની શક્સે તેમ કરાટે કોચ નરેશ ભાઈ પ્રજાપતિ માની રહ્યા છે

આ પણ વાંચો...

કોરાના વધતા સંક્રમણને લઈને ઉદ્ધવ સરકારે(uddhav sarkar) લીધો મહત્વનો નિર્ણય, નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ થશે એફઆઇઆર