birds treatment

Karuna Abhiyan-2022; કુલ 2431 પક્ષીઓ પૈકી 2238 પક્ષીઓ બચાવવાનુ ઉમદા કાર્ય કરવામાં આવેલ છે.

Karuna Abhiyan-2022: કરૂણા અભિયાન – ૨૦૨૨ કાર્યક્રમ અંતર્ગત અત્રેના સામાજીક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવેલ

અમદાવાદ, ૧૬ જાન્યુઆરીઃ Karuna Abhiyan-2022: દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦ મી જાન્યુઆરી થી ૨૦ મી જાન્યુઆરી સુધી પંતગ દોરીથી ધાયલ થતા અબોલ પશુ – પક્ષીઓની સારવાર કરવા માટે કરૂણા અભિયાન – ૨૦૨૨ કાર્યક્રમનુ આયોજન કરી જીવદયાનુ ઉમદા કાર્ય કરવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા જિલ્લા કક્ષાએ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર બોડકદેવ ખાતે -૧ અને જિલ્લાના તાલુકા કક્ષાએ કુલ – ૯ મળી કુલ-૧૦ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે.

અમદાવાદ જિલ્લામાં કુલ – ૧૯ સારવાર કેન્દ્રો કાર્યરત છે. આ કાર્યક્રમમાં કુલ- ૪૪ સ્વયં સેવી સંસ્થાઓ ભાગીદાર થયેલ છે. અમદાવાદ જિલ્લામાં કુલ- ૧૨૯ કલેક્શન સેંટર કાર્યરત છે. પશુપાલન વિભાગ દ્વારા કુલ – ૧૩ મોબાઇલ વાન નંબર – ૧૯૬૨ કાર્યરત કરેલ છે. કરૂણા અભિયાન કાર્યક્રમ અંતર્ગત કુલ- ૧૬૧ વેટરનરી ડોક્ટરો અને કુલ – ૨૦૭૯ સ્વયં સેવકો ફરજ બજાવી રહેલ છે.

wild life care center Karuna Abhiyan-2022

કરૂણા અભિયાન કાર્યક્રમ- ૨૦૨૨ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ, અમદાવાદ ઉપરાંત પશુપાલન વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, યુજીવીસીએલ, ટોરેન્ટ પાવર તેમજ સ્વયં સેવી સંસ્થાઓના સાથ સહકારથી કામગીરી કરવામાં આવી રહેલ છે.

તારીખ ૧૦ જાન્યુઆરી શરૂ થયેલ કરૂણા અભિયાન કાર્યક્રમ નિમિત્તે તા.૧૦ જાન્યુઆરી થી સામાજીક વનીકરણ વિભાગ, અમદાવાદની વિવિધ રેંજ દ્વારા કરૂણા અભિયાન કાર્યક્રમ વિશે પ્રજાજનોમાં જાગૃતતા ફેલાવવા માટે વિવિધ પ્રકારના પ્રચાર-પ્રસારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે. સને ૨૦૨૧ ના કરૂણા અભિયાન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જીલ્લામાં ધાયલ થયેલ પક્ષીઓ પૈકી ૯૬.૪૩% જીવંત રેસીયોથી પક્ષીઓ બચાવવાનુ ઉમદા કાર્ય વન વિભાગ દ્વારા કરવામાં આવેલ હતુ. તે મુજબ આ વર્ષે પણ વધુમાં વધુ પક્ષીઓને બચાવવાનુ આયોજન કરવામાં આવેલ છે.

wild life care center Karuna Abhiyan-2022

કરૂણા અભિયાન-૨૦૨૨ અંતર્ગત અત્રેના વિભાગ દ્વારા તા. ૧૫ જાન્યુઆરી અંતિત ઘાયલ થયેલ કુલ ૨૪૩૧ પક્ષીઓ પૈકી ૨૨૩૮ પક્ષીઓ બચાવવાનુ ઉમદા કાર્ય કરવામાં આવેલ છે.

આ પણ વાંચો…નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-8 (Sudhani jindagini safar part-8)

Whatsapp Join Banner Guj