Bhanuben prajapati sarita 600x337 1

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-8 (Sudhani jindagini safar part-8)

સુધાની જીંદગીની સફર ભાગ-8 (Sudhani jindagini safar part-8)

Sudhani jindagini safar part-8: સુધા અંજલીના ઘરે આવી ગઈ. અંજલિએ સુધાને રહેવા માટે એના ઘરમાં એક સરસ મજાનો રૂમ આપ્યો અને કહ્યું : ભાભી તમે બિન્દાસ અહીં રહી શકો છો.


સુધાએ અંજલીને કહ્યું: અંજલીબેન તમારો ખુબ ખુબ આભાર જો તમે નહોત તો અત્યારે હું ક્યાં જાત? કેવી રીતે મારી જિંદગીની શરૂઆત કરત. કારણ કે જિંદગીમાં જ્યારે મનુષ્ય એકલો પડે છે ત્યારે એને કોઈના સાથની જરૂર પડે છે. સ્ત્રી હોય કે પુરૂષ દરેકને કોઈના સાથની જરૂર પડે છે. દુનિયામાં એકલો માણસ ક્યારે પણ રહી શકતો નથી. હા, રહી શકે છે પરંતુ એની પાછળ કોઈનો સાથ અને સહકાર ચોક્કસ હોય છે જેમ કે મારી જીંદગીમાં આજે તમારો સાથ અને મને નવી દિશા તરફ વાળવાનો એક નવો રસ્તો બતાવશે. હું તમને મારો આ ઉપકાર આ જન્મ તો શું જન્મોજનમ નહીં ભૂલી શકું.

અંજલી એ કહ્યું : સુધાભાભી જો મનુષ્ય થઈને બીજા મનુષ્યને કામ ન આવે તો આ માનવદેહ શું કામનો. કોઈ પણ માનવ હોય, બીજા માનવને મદદ કરવી જ જોઈએ. એની મનોસ્થિતિને સમજવી જોઈએ કારણ કે દરેક માણસના હૃદય એક સરખા હોતા નથી. ક્યારેક માણસ હૃદયથી ભાંગી જતો હોય છે અને હંમેશને માટે પોતે જીવે છે પરંતુ એક લાશ બનીને જીવે છે માટે અતિશય પીડા અનુભવતા માનવને મદદ કરવી જોઈએ. એની તકલીફને સમજવી જોઈએ અને હું તમારી તકલીફ સમજી શકું છું અને તમે એક સ્ત્રી છો અને હું પણ એક સ્ત્રી છું. સ્ત્રીની વેદના સ્ત્રી જાણી શકે છે જ્યારે એને પોતાના લોકો છોડીને જાય ત્યારે એને કેટલી બધી તકલીફ પડે છે એ તો જે સ્ત્રી સંસારમાં રહી હોય એ જાણી શકે છે.

પોતાના વહાલસોયા બાળકોને છોડવા એટલું બધું અઘરું છે જે જેની કોઈ સીમા હોતી નથી પરંતુ આપણે સમાજમાં સમાજ બે પૈડાની રાહ ચાલે છે એક સમજુ છે તો બીજો અણસમજુ છે ઘણી વખતે સમાજની દિવાલ આવી જતા સંસાર આગની જવાળાઓની જેમ ભડકે બળી જાય છે અને જ્યારે સમજાય છે ત્યારે બધી જ આશા ઉપર પાણી ફરી વળે છે અને જિંદગીમાં બહુ જ મોડું થઈ જાય છે. આ દુનિયામાં ખરેખર એ તો બને જ છે કે જ્યારે માણસને ધિક્કારે છે પરંતુ ત્યારે સાચી ખબર પડે છે ત્યારે એ માણસને ગુમાવી દેતો હોય છે. આજે મારા ઘરના મમ્મી – પપ્પા અને મારા ભાઈએ આજે એજ પારસમણિને ગુમાવી છે અને એનો અહેસાસ ચોક્કસ થશે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હશે.

સુધાએ કહ્યું:  અંજલીબેન હવે તમે તમારું કામ પતાવો. હું ફ્રેશ થઈને બહાર આવું છું અને તમને રસોઈમાં મદદ કરું છું. આજે તો તમારી સાથે ઘણી બધી વાત કરીને મારા હૃદયમાંથી ઘણો બધો ભાર હળવો થઈ ગયો છે. હવે હું વીતી ગયેલી જીંદગીને હાલ યાદ કરવા માંગતી નથી.
અંજલી અને સુધાએ ભેગા મળીને રસોઈ બનાવી લીધી એટલામાં એનો પતિ કલ્પેશ ત્યાં આવી ગયો અને કહ્યું : અંજલી તું સુધા ભાભીને કેમ અહીંયા લઈ આવી છે? તને તો ખબર છે કે સુધા ભાભી પરદેશમાં શું કરીને આવ્યા છે અને તને થોડું પણ ભાન નથી લોકો આપણને શું કહેશે અને તું કોને પૂછીને લાવી છે?

સુધાને આટલું સાંભળતા જ એને ખૂબ જ આઘાત લાગ્યો. કારણ કે અંજલીના પતિ કલ્પેશને એને પોતે જ એની કંપનીમાં નોકરી અપાવી હતી. એનું એને ભૂલી ગઈને આજે આવી રીતે વાત કરી રહ્યો હતો. એને ખૂબ જ દુઃખ થયું એને થયું કે મારા કારણે અંજલીબેન નો સંસાર ભાગી જાય એવું નથી ઇચ્છતી. એને પોતાના પર્સમાંથી એક ડાયરી કાઢી અને તેમાંથી જે તેને પ્લેનમાંથી આવતા સ્ત્રી મળી હતી એ રીનાનો ફોન કાઢી તેણે તરત જ તેને ફોન લગાવ્યો અને કહ્યું કે મારે તમારી ખૂબ જરૂર છે કારણ કે હવે તમે કહ્યું હતું એવી જ મારી કહાની બની ગઈ છે. કોઈ મને સ્વીકારવા તૈયાર નથી એટલા માટે હવે મારે તમારો સહારો લેવો પડે એમ છે.
રીનાએ કહ્યું : કંઈ વાંધો નહિં…તું હાલને હાલ મારે ત્યાં આવી શકે છે. સુધા ત્યાંથી ફટાફટ બધો સામાન લઈને નીકળવાની તૈયારી કરી રહી હતી.

અંજલીએ કહ્યું : ભાભી કલ્પેશનું  એકલાનું ઘર નથી. આ ઘર મારું પણ છે. તમે અહીંથી નહીં જઈ શકો. મહેરબાની કરીને આજની રાત રોકાઈ જાઓ. આવતીકાલ સવારે નીકળી જજો. કારણ કે ખૂબ જ મોડું થઈ ગયું છે.

સુધાએ.કહ્યું : અંજલીબેન હવે મને લાગે છે કે હું વધુ રોકાય તો મારે જિંદગીને બહુ મોડું થઈ જશે. હવે હું કોઈના પણ શબ્દો સાંભળવા માટે તૈયાર નથી. હું પૂરેપૂરી તૂટી ગઈ છું. મહેરબાની કરીને મને જવા દો તો સારું. હું પણ તમારા ઘરમાં કોઈપણ કંકાસ થાય એવું નથી ઈચ્છ્તી પણ હું તમને સમજી શકું છું કે તમને મારી પ્રત્યે ખુબ જ લાગણી છે એટલા માટે કહું છું કે હું એક સ્ત્રી થઈને સ્ત્રીનું ઘર તોડવા માંગતી નથી.
કલ્પેશ એ કહ્યું : અંજલી તું ઘરમાં રહી શકે છે. પરંતુ જો સુધા અહીંયા તો રોકે તો તું કાયમને માટે આ ઘર છોડીને જઈ શકે છે. આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી કારણ કે જે સ્ત્રીનું ચરિત્ર બરાબર ન હોય એને હું અહીંયા રાખવા માંગતો નથી.

સુધાએ કહ્યું : કલ્પેશકુમાર તમે વિચારીને બોલો તમે પૂરેપૂરી સત્ય હકીકત જાણતા નથી અને જ્યાં સુધી સત્ય હકીકત ના જાણો ત્યાં સુધી તમે મારા ચરિત્ર પર કોઈ પણ આંગળી ચીંધી શકો તેમ નથી. તમે તમારી રીતે તમારા ઘરમાં રહી શકો છો હવે હું અહીં રહેવા માંંગતી નથી એટલા માટે મારા માટે કોઈ પણ શબ્દ વાપરતા પહેલાં ખૂબ જ વિચારીને બોલજો.

કલ્પેશ એ કહ્યું જે સત્ય હોય એ ખરું પરંતુ હાલમાં તો હું જે જાણી ગયો છું એ જ બોલું છું પરંતુ મારે હવે કંઈ કહેવું નથી પરંતુ તમે અહીંથી જઈ શકો છો. એનાથી વધારે કંઈ પણ કહેવા માંગતો નથી.
અંજલીએ કહ્યું કલ્પેશ હું પણ સુધા સાથે જાઉં છું. મહેરબાની કરીને તમે પણ મારા ભાઈ જેવા જ વિચારોવાળા નીકળ્યા. તમને ખબર શું છે સત્ય શું છે એટલા માટે કહું છું કે હું પણ સુધા ભાભી સાથે જાઉં છું.

સુધાએ કહ્યું : અંજલીબેન તમને મારી કસમ છે. તમે અહીં રહી શકો છો. કલ્પેશકુમારનો વાંક નથી કારણ કે આપણો સમાજ એક સ્ત્રીને શંકાની નજરે જોતો હોય છે એટલે હું પણ કહું છું કે તમે અહીં રોકાઈ જાઓ. હું નીકળી જાઉં છું એમ કહેતા સુધા ફટાફટ ત્યાંથી નીકળી ગઈ.

વધુ ભાગ આગળ-9
પ્રજાપતિ ભાનુબેન બી” સરિતા”

આ પણ વાંચો…The beginning of indian cinema: જ્યારે ફાળકે બળદગાડામાં પ્રોજેક્ટર, પરદો ને ફિલ્મ લઇ શો કરવા જતા

Whatsapp Join Banner Guj