mand buddhi balak

Kite Celebration of Mental Hospital Ahmedabad: માનસિક બીમારી ધરાવતા દર્દીઓ ને પોતાના મૂળ જીવન માં પરત લાવવા માટે પ્રવાસ,તહેવાર ઉજવણી ખુબ મહત્વ પૂર્ણ સાબિત થાય છૅ

અમદાવાદ, ૧૪ જાન્યુઆરીઃ Kite Celebration of Mental Hospital Ahmedabad: માનસિક બીમારીની સારવાર માં ઘણી બધી રીતો નો સમાવેશ થતો હોય છે માનસિક બીમારી ધરાવતા દર્દીઓ ને પોતાના મૂળ જીવન માં પરત લાવવા માટે પ્રવાસ, તહેવાર ઉજવણી, કરવાથી તેવો ઉત્સાહ, આત્મવિશ્વાસ, અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય માનસિક બીમારી માં એકલતા દૂર કરવામાં દર્દી ની ભાગીદારી કેળવાય તેવા કાર્યો ખુબ મહત્વ પૂર્ણ સાબિત થાય છૅ. માનસિક આરોગ્ય ની હોસ્પિટલ અમદાવાદ ખાતે દર વર્ષ ઉતરાણ, દિવાળી, હોલી, નવરાત્રી, 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી જેવા તમામ રાષ્ટ્રીય અને ધાર્મિક આધ્યાત્મિક પર્વો ની ઉજવણી થતી હોય છૅ

Kite Celebration of Mental Hospital Ahmedabad

હોસ્પિટલ નાં અધિક્ષક ડૉક્ટર અજયભાઇ ચૌહાણ અને સામાજિક વિભાગ નાં અધિકારી અર્પણ નાયક આવા પ્રસંગે વિવિધ દાતાઓ અને સેવા ભાવી સંસ્થા ઓ નાં સહયોગ થી ખૂબ ઉત્સાહી વાતાવરણ સર્જન કરે છૅ તેવો નાં આનંદ માં વધારો થાય તે માટે સ્ટાફ પોતાના પરિવાર સાથે રહ્યા વગર દર્દીઓ સાથે તહેવાર ઉજવણી કરતાં હોય છૅ

Kite Celebration of Mental Hospital Ahmedabad

Kite Celebration of Mental Hospital Ahmedabad: આવી હોસ્પિટલ દર્દીઓ ની તમામ સેવા કરી દર્દીઓ ની મુશ્કેલ દૂર કરવા પ્રયત્ન કરતાં હોય છૅ આ હોસ્પિટલ માં બહાર થી આવતા દર્દીઓ ને ભોજન માટે અન્નપૂર્ણા ભોજન યોજના દાતા નાં સહયોગ થી 2 વર્ષ થી શરૂ કરવા માં આવી છૅ જેમાં બહારગામ થી આવતા દર્દીઓ ને દાળ ભાત, શાક, રોટલી નું પૂરું ભોજન પીરસવા માં આવે છૅ રોજ નાં 40 થી 50 દર્દીઓ ને ભોજન આપવા માં આવે છૅ opd vibhag માં આવતા દર્દીઓ ને ભોજન ની સુવિધા ઊભી કરતી રાજ્ય ની પ્રથમ હોસ્પિટલ છૅ જે દાખલ અને દવા લેવા આવતા દર્દીઓ ને ભોજન સહીત ની સુવિધા પુરી પાડે છૅ.

દર્દીઓ પોતાના દર્દ ને ભૂલી આજે ઉતરાયણ પર્વ ની ઘર ની જેમ ઉજવણી કરતાં જોવા મળે છૅ આવી હોસ્પિટલ અને સેવા કરતાં સ્ટાફ ને ખૂબ ખૂબ અભિનંદન.

આ પણ વાંચો…CM Jagannath Temple darshan: મુખ્યમંત્રી અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં દર્શન અર્ચન કર્યા હતા અને ગૌ માતા પૂજન કર્યું હતું

Whatsapp Join Banner Guj