Kshama bindu sologamy marrige

Kshama bindu sologamy marrige:અનેક વિરોધો બાદ ક્ષમા બિંદુએ પોતાની જ સાથે કરી લીધા લગ્ન- પોતાના નામનું સિદુંર અને મહેંદી લગાવી

Kshama bindu sologamy marrige: સંસ્કારીનગરી વડોદરામાં એક યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ યુવતીના જાત સાથેના લગ્નનો વિરોધ કર્યો હતો

વડોદરા, 09 જૂનઃKshama bindu sologamy marrige: વડોદરાની બહુ ચર્ચિત શમા બિંદુએ આખરે આત્મ વિવાહ કર્યા પૂર્ણ. બુધવારે આ યુવતિએ પોતાની આત્મા સાથે લગ્ન કર્યા. શમાએ અગાઉ 11 જૂને પોતાની જાત સાથે મંદિરમાં લગ્ન કરવાની જાહેરાત કરી હતી. આ મામલે વિવાદ વકર્યો હતો. પરંતુ વિવાદથી બચવા માટે તેણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા.

શમા બિંદુએ આખરે પોતાની જાતને આપેલું વચન પૂરું કર્યું અને એક ખાસ લગ્ન સમારોહમાં ગાંઠ બાંધી હતી. આ લગ્ન દરમિયાન હળદર અને મહેંદીની પણ વિધિ થઈ હતી. સાથે સાથે ક્ષમાપનાની પણ વિધી કરવામાં આવી હતી. વડોદરા શહેરના ગોત્રી સ્થિત યુવતિએ સમગ્ર રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત. આ લગ્નમાં શમાના કેટલાક ખાસ મિત્રો પણ સામેલ થયા હતા.

આ પણ વાંચોઃ Corona case in india: છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાવાયરસના કુલ 7,240 નવા કેસ, સતત બીજો દિવસે લગભગ 40 ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ પ્રકારના પ્રથમ લગ્ન છે. ક્ષમાએ અગાઉ 11 જૂને તેના લગ્નની જાહેરાત કરી હતી. ત્યારથી તેના ઘરે લોકોનો સતત ધસારો રહેતો હતો. આ અંગે તેના પડોશીઓએપણ ઉગ્ર વિરોધ કર્યો હતો. ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. યુવતિએ વધુમાં જણાવ્યું કે તે તેના આ ખાસ દિવસને કોઈપણ રીતે બગાડવા માંગતી નથી. આથી તેણે બુધવારે જ લગ્ન કરી લીધા હતા.

શમાએ અગાઉ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાજપના નેતાના વિરોધ બાદ તેણે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પંડિતે લગ્નની વિધિ કરાવવાની પણ ના પાડી દીધી. આ પછી ક્ષમાએ ટેપ પર મંત્ર વગાડીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતુંં અને તેણે સંપન્ન રીતે લગ્ન કરી લીધા.

solo marriage in india, solo marriage in gujarat, solo marriage kise kahte  hai, what is solo marriage ,sologamy meaning, sologamy in india, sologamy  meaning in hindi, sologamy marriage, sologamy in hindi, sologamy

ઉલ્લેખનીય છે કે સંસ્કારીનગરી વડોદરામાં એક યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ યુવતીના જાત સાથેના લગ્નનો વિરોધ કર્યો હતો.તેમણે ચીમકી ઉચ્ચારી કે આવા પ્રકારના લગ્ન કોઈ હિન્દું મંદિરમાં નહીં કરવા દેવામાં આવે. હિન્દૂ શાસ્ત્ર અને વૈદિક શાસ્ત્ર મુજબ સમાજિક વ્યવસ્થા સાથે જે લગ્ન થતા હોય છે, જેના વિરુદ્ધમાં જઈને આ લગ્ન થઈ રહ્યા છે. આ વિકૃત માનસિકતા ધરાવતી યુવતી ક્ષમા બિંદુ છે જેને ભગવાન પણ ક્ષમા નહીં કરે તેમ પૂર્વ ડેપ્યુટી મેયરે કહ્યું હતું.

વડોદરાના કોઈ પણ મંદિરમાં લગ્ન નહીં કરવા દેવાની ચેતવણી આપી છે , તેમના દ્વારા પોતાની જાત સાથે સ્વ લગ્ન કરનારી શમા બિંદુ ના લગ્ન પર વિરોધ કર્યો છે જ્યાં લગ્ન થવા ના છે તે ગોત્રી મંદિરના ટ્રસ્ટીને પણ સુનિતા બેન શુક્લ દ્વારા ફોન કરવા માં આવ્યો હતો , અને લગ્ન અટકાવવા માં આવે તેમ જણાવ્યું હતું અને જો લગ્ન થશે તો વિરોધ કરવામાં આવશે તેમ પણ પૂર્વ ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું તેમના મત અનુસાર હિન્દૂ શાસ્ત્ર અને વૈદિક શાસ્ત્ર મુજબ સમાજિક વ્યવસ્થા સાથે જે લગ્ન થતા હોય છે, જેના વિરુદ્ધમાં જઈને આ લગ્ન થઈ રહ્યા છે આ વિકૃત માનસિકતા ધરાવતી યુવતી શમા બિંદુ છે જેને ભગવાન પણ ક્ષમા નહીં કરે, તેને મંદિરની આસ્થાને ઠેસ પહોંચાડી છે, તે આ પ્રકારે સમાજમાં વિકૃતતા ફેલાઈ રહી છે. તે ખરે ખર લગ્ન નથી કરી રહી, પણ સમાજના બાળકોના દિમાગમાં ખોટી વાત ઘુસાડી રહી છે તેવા આક્ષેપ પણ કરવા માં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Hormonal problems in men: જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં….

Gujarati banner 01