Water scarcity

Two days water cut in these areas of Ahmedabad: અમદાવાદમાં બે દિવસ આ વિસ્તારોમાં રહેશે પાણીનો કાપ, આ કારણે લેવાયો નિર્ણય

Two days water cut in these areas of Ahmedabad: નદીપારના આવેલા વિસ્તારોમાં મ્યુનિસિપલના વોટર પ્રોજેક્ટ દ્વારા ભવિષ્યની પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 200 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા નિર્ણય કરાયો છે.

અમદાવાદ, 09 જૂનઃ Two days water cut in these areas of Ahmedabad: અમદાવાદમાં પશ્ચિમ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં પાણીની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી તારીખ 10 અને 11 જુનના નદીપારના વિસ્તારમાં પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમના ચાંદખેડા, મોટેરા ઉપરાંત રાણીપ સહિતના વિસ્તારોમાં 11 જુનના ઉપલબ્ધ પાણીના જથ્થાને આધારે પાણી અપાશે. 

નદીપારના આવેલા વિસ્તારોમાં મ્યુનિસિપલના વોટર પ્રોજેક્ટ દ્વારા ભવિષ્યની પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 200 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા નિર્ણય કરાયો છે. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામમાં 2200 મીમી વ્યાસની ક્લીયર પ્લાન્ટમાં 10 જૂનના શટડાઉનનો નિર્ણય લેવાયો છે. 

આ પણ વાંચોઃ Kshama bindu sologamy marrige:અનેક વિરોધો બાદ ક્ષમા બિંદુએ પોતાની જ સાથે કરી લીધા લગ્ન- પોતાના નામનું સિદુંર અને મહેંદી લગાવી

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો

આ શટડાઉનથી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોન ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના ચાંદખેડા, મોટેરા અને રાણીપ વોર્ડના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાંથી 10 અને 11 જુનના રોજ પાણી સપ્લાય કરાશે નહીં. તેમજ 11 જુનના ઉપલબ્ધ જથ્થાના આધારે સાંજે પાણી અપાશે.

ત્યારે એક તરફ ઉનાળામાં લોકોને પાણીની વધુ જરૂરીયાત ધરાવતા હોય છે ત્યારે આ પાણીના કાપથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. તેમજ રોજીંદી જરૂરીયાતમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Corona case in india: છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાવાયરસના કુલ 7,240 નવા કેસ, સતત બીજો દિવસે લગભગ 40 ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો

Gujarati banner 01