Kum kum

Kumkum mandir: કુમકુમ મંદિરના આનંદપ્રિય દાસજીસ્વામી ની દ્વિમાસિક તિથિની ઉજવણી કરવામાં આવી

Kumkum mandir: ધુન ભજન કિર્તન કરીને સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજીને સંતો – હરિભક્તોએ પુષ્પાંજલિ અર્પણ કરી

અમદાવાદ, 17 ફેબ્રુઆરી: Kumkum mandir: તારીખ ૧૬ ફેબ્રુઆરી મહા સુદ પૂનમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિય દાસજી સ્વામીની દ્વિમાસિક તિથિ પ્રસંગે સત્સંગ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ધુન ભજન કિર્તન કરીને સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજીને સંતો – હરિભક્તોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજી એ જણાવ્યું હતું કે. ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ શાસ્ત્રો – મંદિરો અને સંતો છે.
સંતોના સંગમાં આવવાથી માણસના જીવનનું પરિવર્તન થાય છે. નારદજીના યોગમાં આવતા વાલિયા લૂંટારાનું પરિવર્તન વાલ્મીકિ ઋષિમાં થયું. તેવી રીતે સદગુરૂ સ્વામી યોગમાં આવતા અનેક માણસનું જીવન પરિવર્તન થયું છે અને અનેક માણસો સદાચારી ભક્તિમય જીવન જીવતા થયા છે.

આ પણ વાંચોઃ Atma yojana in Gujarat: ગુજરાતમાં આત્મા યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારીત કર્મચારીઓના પગારમાં 10 ટકા ઈન્ક્રિમેન્ટ મંજુર

Gujarati banner 01