accident board

Rajasthan Road Accident: કચ્છના ડોક્ટર પરિવારનો રાજસ્થાનમાં અકસ્માત, બે દંપતી સહિત એક બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

Rajasthan Road Accident : જામનગર-અમૃતસર એક્સપ્રેસ હાઇવે પર SUV કાર અને ટ્રક વચ્ચે શુક્રવાર સવારે 4:30 કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ Rajasthan Road Accident : રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં રાસીસર ગામ નજીક ભારતમાલા જામનગર-અમૃતસર એક્સપ્રેસ હાઇવે પર SUV કાર અને ટ્રક વચ્ચે શુક્રવાર સવારે 4:30 કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગુજરાતના ડોક્ટર પરિવાર સહિત પાંચ લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં બે પુરુષ, બે મહિલા અને એક 18 મહિનાની બાળકીનો સમાવેશ છે. આ પરિવાર ભુજ-માંડવીના રહેવાસી છે.

આ દુર્ઘટનામાં બે ગુજરાતી પરિવારનો ભોગ લેવાયો છે. આ બંને પરિવારને શ્રીગંગાનગરથી પરત ફરતા સમયે રાજસ્થાનના બિકાનેર નજીક અકસ્માત નડ્યો હતો. આ તમામ લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. દુર્ઘટના થતા જ કારમાં સવાર પાચેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.

આ પણ વાંચોઃ Priyanka Gandhi hospitalized: પ્રિયંકા ગાંધીની તબિયત લથડતા હાલ હોસ્પિટલમાં દાખલ, ભારત જોડો ન્યાય યાત્રામાં નહીં થાય સામેલ….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો