Katra station 600x337 1

Vaishnodevi train Passenger Alert: અમદાવાદ થી વૈષ્ણોદેવી જતાં યાત્રિયો માટે ખાસ સૂચના

Vaishnodevi train Passenger Alert: અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટડા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ થી ચાલશે

અમદાવાદ, 16 ફેબ્રુઆરી: Vaishnodevi train Passenger Alert: ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટડા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ થી ચાલશે.જેની વિગતો નીચે મુજબ છે.

Priyanka Gandhi hospitalized: પ્રિયંકા ગાંધીની તબિયત લથડતા હાલ હોસ્પિટલમાં દાખલ, ભારત જોડો ન્યાય યાત્રામાં નહીં થાય સામેલ….

  • 18, 25 ફેબ્રુઆરી અને 03,10,17 માર્ચ 2024ના અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટડા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા જાલંધર-મુકેરિયાં-પઠાણકોટના રસ્તે ચાલશે. આ ટ્રેન બ્યાસ, અમૃતસર અને બટાલા સ્ટેશનો પર નહીં જાય.
  • 20, 27 ફેબ્રુઆરી અને 05, 12, 19 માર્ચ 2024 ના શ્રી માતા વૈષ્ણો દેવી કટડાથી ચાલતી ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટડા -અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પઠાણકોટ-મુકેરિયાં-જાલંધરના રસ્તે ચાલશે. આ ટ્રેન બટાલા, અમૃતસર અને બ્યાસ સ્ટેશનો પર નહીં જાય

ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો. www.enquiry.indianrail.gov.in   પર જઈને અવલોકન કરી શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો