lakhota club

Lakhota Nature club: એપ્રિલ ફૂલ નહીં એપ્રિલ કુલ ની ઉજવણી કરતી લાખોટા નેચર કલબ…

Lakhota Nature club: પર્યાવરણલક્ષી કાર્યો દ્વારા એક ઉદાહરણ પૂરું પાડતા કલબના યુવાનો.

અહેવાલ: જગત રાવલ
જામનગર, 01 એપ્રિલ:
Lakhota Nature club: જામનગરમાં વર્ષોથી પર્યાવરણ, જીવદયા અને સર્પ પકડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લાખોટા નેચર કલબ દ્વારા આજે એપ્રિલફુલ નહીં પણ એપ્રિલફુલ નો નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આજે દિવસે અને દિવસે ઝાડ કપાય રહ્યા છે અને ઇલેક્ટ્રિક ઉપકરણો ને લઈ વાતાવરણ માં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે, જામનગરની પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર કલબ દ્વારા એપ્રિલફુલ નહિ પણ એપ્રિલફુલ નામક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Lakhota Nature club

જેમાં સંસ્થાના (Lakhota Nature club) સ્થાપક સુરેશભાઈ ભટ્ટ સહિતના સદસ્યોએ મોરકડાં ગામે આવેલા લાખોટા નેચર કલબ સંચાલિત સ્મૃતિવન માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, સફાઈ કરવામાં આવી હતી તેમજ શ્રમદાન કાર્યક્રમ દ્વારા વૃક્ષો અને પક્ષીઓને પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એકતરફ જ્યારે આજની યુવા પેઢી એપ્રિલફુલ ની મજાકીય અંદાજમાં ઉજવણી કરે છે ત્યારે લાખોટા નેચર કલબના યુવાનો દ્વારા આ પ્રકારે પર્યાવરણ ના હિત માં ઉજવણી કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો..10 Std Student Committed Suicide: પેપર સારુ ન જતા ધો.10ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યુ- વાંચો વિગત

Gujarati banner 01