ambaji 5

Ambaji Darshan Aarti time: અંબાજી મંદિર માં 2 એપ્રીલ થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર

Ambaji Darshan Aarti time: આવતીકાલ થી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ, અંબાજી મંદિર માં ચૈત્રી નવરાત્રી થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર, અને નવરાત્રી ના દિવસે ઘટ સ્થાપન નો પણ સમય નક્કી કરવા માં આવ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 01 એપ્રિલ:
Ambaji Darshan Aarti time: આવતીકાલ 2 એપ્રીલ થી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજ્જારો દર્શનાર્થીઓ ને દર્શન આરતી નો લાભ સરળતાથી મલી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશય થી અંબાજી મંદિર માં હિન્દુઓના વિક્રમ સંવત ના નવા વર્ષ થી એટલે કે 2 એપ્રીલ ને ચૈત્રી નવરાત્રી થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રી ના દિવસે ઘટ સ્થાપન નો પણ સમય નક્કી કરવા માં આવ્યો છે જેમાં

  • સવારે આરતીઃ- 07.00 થી 07.30
  • ઘટ સ્થાપન સવારે – 8. 15થી 9. 15 સુધી
  • સવારે દર્શનઃ- 07. 30 થી 11.30
  • બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી
  • સાંજ ની આરતીઃ- 19.00 થી 19.30
  • જ્યારે સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રી નાં 21.00 સુધી ખુલ્લા રહેશે.
  • ચૈત્ર સુદ આઠમ તારીખ 08 એપ્રીલ સવારે આરતી 6.00 કલાકે થશે અને
  • ચૈત્રી પુનમ તારીખ 16 એપ્રીલ સવારે સવારે આરતી 6.00 કલાકે થશે
Ambaji Darshan Aarti time

જોકે આમતો વર્ષ દરમીયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રી ની મહત્વ હોય છે. ને આ વસંતીય ચૈત્રી નવરાત્રી ને લઇ અંબાજી માં યાત્રીકો ની ભારે ભીડ રહેતી હોય છે. ને આ વખતે અંબાજી મંદિર માં નવે દિવસ 24 કલાક ની અખંડ ધુન માટે પરમીશન પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો..Lakhota Nature club: એપ્રિલ ફૂલ નહીં એપ્રિલ કુલ ની ઉજવણી કરતી લાખોટા નેચર કલબ…

Gujarati banner 01