Vidhan Sabha

Law Department Budget: બજેટમાં કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઇ

Law Department Budget: અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજય સરકાર કાર્યરત

  • દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજય સરકાર કાર્યરત છે.
  • વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ૨૧૧ કરોડની જોગવાઇ.
  • ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેઠાણના મકાનો માટે ૧૨૫ કરોડની જોગવાઇ.
  • હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજયની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે ૨૦ કરોડની જોગવાઇ.
  • જનસંખ્યાના આધારે તાલુકાઓના ક્લસ્ટર (સમુહ) દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે રીતે ૮૦ જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઉભુ કરવા૫ કરોડની જોગવાઈ.
  • રાજયના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સીલને સહાય આપવા ૫ કરોડની જોગવાઈ.
  • તમામ ટ્રીબ્યુનલોને નવતર ટેકનોલોજીથી સુસજ્જ કરી Virtual/hybrid માધ્યમથી સુનાવણીની સુવિધા ઉભી કરવા માટે૫ કરોડની જોગવાઇ.

આ પણ વાંચો… Home Department Budget: બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઇ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો