ગુજરાતમાં Love jehadનો પહેલો કેસ નોંધાયોઃ નામ બદલી નિકાહ કર્યા પછી કહ્યું- બુરખો પહેરવોનો- ચાંદલો નહીં કરવાનો વાંચો સંપૂર્ણ અહેવાલ

વડોદરા, 19 જૂનઃ ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સુધારા(Love jehad) અધિનિયમનો નવો કાયદો ત્રણ  દિવસ પહેલાં અમલમાં આવ્યા બાદ વડોદરામાં  લવજેહાદનો પહેલો ગુનો નોંધાયો છે.જેમાં હિન્દુ યુવતીને ફસાવી બળાત્કાર ગુજાર્યા બાદ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનાર યુવક અને તેના પરિવારજનો સામે ગુનો નોંધાયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, વડોદરાની દલિત સમાજની શિક્ષિત યુવતી સાથે સોશિયલ મીડિયા પર પરિચયમાં આવેલા મટનની લારી ધરાવતા સમીર અબ્દુલ કુરેશી નામના યુવકે પોતાની ઓળખ સેમ માર્ટીન તરીકે આપી મિત્રતા કેળવી હતી.

સેમ માર્ટિને ત્યારબાદ મોબાઇલ નંબર મેળવી મિત્રતાનો સંબંધ લગ્નમાં પરિવતત કરવા માટે વારંવાર પ્રપોઝ કર્યું હતું.પરંતુ યુવતીએ લગ્નનો ઇનકાર કર્યો હતો.જુન-2019માં અકોટા  બ્રિજ પાસે મળ્યા બાદ માર્ટિન યુવતીને કરજણ રોડ પરની પિરામિડ  હોટલ ખાતે લઇ ગયો હતો અને ત્યાં રૂમ બુક કરાવી યુવતીની મરજી વિરૂધ્ધ બળાત્કાર તેમજ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.

Love jehad

યુવતીએ પોલીસને જણાવ્યું છે કે,માર્ટીન તરીકે ઓળખ આપનાર યુવકે બળાત્કાર દરમિયાન મારી જાણ  બહાર ફોટા પાડી લીધા હતા અને ત્યારબાદ આ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારતાં તેને બે માસનો ગર્ભ રહ્યો હતો. યુવકે મેડિકલ સ્ટોરમાંથી દવા લાવી ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ ફરીથી પાંચ મહિનાનો ગર્ભ રહી જતા ડોક્ટર પાસે લઇ જઇ મારી મરજી વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સમીર કુરેશી ઉર્ફે માર્ટિને  યુવતીને મસ્જિદમાં લઈ જઈ તેની સંમતિ વગર નામ બદલી નિકાહ કર્યા હતા અને ધર્મ પરિવર્તન કરાવી પોતાને ઘેર લઈ ગયો હતો. યુવતી પર હિંદુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ પાળવા(Love jehad) માટે પરિવાર દ્વારા દબાણ કરવામાં આવતું હતું તેમજ બુરખો પહેરવા તેમજ ચાંલ્લો નહીં કરવા માટે આગ્રહ કરાતો હતો.

આ ઉપરાંત યુવતીને તેમજ તેના તેમજ તેના માતા-પિતા ને જાતિ વિષયક(Love jehad) અપમાનિત કરવામાં આવતા હતા. યુવતી સાથે જબરજસ્તી કરનાર આરોપી તેમજ તેના ઘરના સભ્યોએ મારઝૂડ કરી તું તો અમારા માટે જ બનેલી છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે ગઇ રાતે ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.જેના આધારે પોલીસે યુવક,તેના માતા-પિતા અને અન્ય મદદગારો સહિત સાત જણા સામે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતના IAS અધિકારી(gujarat cadre ias) ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન, CM રુપાણીએ આપી શ્રદ્ધાંજલિ