Maa Narmada Parikrama

Maa Narmada Parikrama: માં નર્મદા પરિક્રમાનો રૂટ યથાવત; આ પરિક્રમા ૮મી એપ્રિલથી ૮મી મે એક મહિનો ચાલશે

Maa Narmada Parikrama: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ દ્વારા સરસ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે

પરિક્રમાવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પ્રારંભ કરે અને પૂર્ણ કરે તેવી અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા

  • Maa Narmada Parikrama: નર્મદા પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંયુક્ત વહીવટી તંત્ર ટીમ દ્વારા રામપુરા-શહેરાવ-રેંગણઘાટ પર કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા : લાઈફ જેકેટ પહેરી નાવડીની સવારી કરી  
  • નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી અને પરિક્રમાવાસીઓને છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલરૂમ અને પગપાળા પરિક્રમાવાસીઓને ચાલવાના રૂટનું રૂબરુ નિરિક્ષણ કર્યું
whatsapp banner

રાજપીપલા, 08 એપ્રિલ: Maa Narmada Parikrama: માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તા.૮મી એપ્રિલ, સોમવારથી શરૂ થઈ ૮મી મે, ૨૦૨૪ સુધી ચાલશે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Maa Narmada Parikrama

નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે. (Maa Narmada Parikrama) પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા શનિવારે સાંજે સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓ ની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુૂઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાંક સૂચનો કર્યા હતા.     

આ પણ વાંચો:- Somavati Amas: હિન્દુ વિક્રમ સંવંત 2080 મુજબ આજે વર્ષની છેલ્લી સોમવતી અમાસ; જાણો એનું વિશેષ મહત્વ

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પરિક્રમા અર્થે આવતા ભાવિક ભક્તોને અપીલ કરતા જણાવ્યું હતું કે,(Maa Narmada Parikrama) આ પરિક્રમા ૮મી એપ્રિલથી શરૂ થવાની છે ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા શરૂ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય. વહીવટી તંત્ર દ્વારા પુરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવિકો પણ વહીવટી તંત્રને પુરતો સહયોગ આપશે તેેમ પણ જણાવ્યું હતું. 

આ સ્થળ વિઝિટમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, તાલીમી આઈએએસ અધિકારી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાંદોદના પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, નાંદોદ-તિલકવાડાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ, બંન્ને તરફના ઘાટ ખાતેના નોડલ-સહ નોડલ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો