madhavpur mela

Madhavpur mela: મધુવંતી ને મહેરામણ સંગ માધવરાયના મધુવનમાં રોપાશે માંડવા; માધવપુર ભાસે ભૂતળ સ્વર્ગ

Madhavpur mela: પધારો વા’લાના વિવાહમાં: અમારે શબ્દો જ કંકુ ને ચોખા; મહાનુભાવો – પ્રવાસીઓને વધાવવા લોકમુખે આનંદની લાગણી

રાષ્ટ્રપતિને આવકારવા માધવપુર ગામ સુજજ: એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત લોકમેળાના આયોજનને આખરી ઓપ આપવા સરકારી તંત્રનો પુરુષાર્થ

આલેખન: નરેશ મહેતા
પોરબંદર ,09 એપ્રિલ:
Madhavpur mela: મહાભારતના શૈલપર્વમાં જેનો સ્પષ્ટ ઉલ્લેખ છે તે સુરાષ્ટ્રનું માધવ તીર્થ એટલે કે માધવપુર ઘેડ ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પ્રસંગ પર્વ લોકમેળાની તૈયારીમાં મોહનમય બની ગયુ છે. એક એક ભક્ત ભાવિકના હૈયામાં વા’લાના વિવાહનો હરખ છે, તો બીજી બાજુ ઉત્તર પૂર્વીય વિસ્તાર ના રાણી- માતા રૂક્ષ્મણી અને દ્વારકાધીશ માધવરાયના માધવપુરમાં લગ્નના સાંસ્કૃતિક સમન્વયને એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ આઝાદીના અમૃત અવસરે ઉજાગર કરવા ઉત્તરપૂર્વીય વિસ્તારના અને ગુજરાતના એમ કુલ ૨૪૩ કલાકારો કલાનો ઓજસ પાથરવા તૈયાર છે.

Madhavpur Mandir  mela

મહેરામણે માધવરાયને મધુવંતીના કાંઠે મધુવનમાં જે ભૂમિ લગ્ન માટે આપી તે ભૂમિ કુદરતી રમણીયતા વચ્ચે સ્વર્ગ જેવી છે. આવા માધવપુર માં રામનવમી તા.૧૦થી તા.૧૪ સુધી યોજાનાર લોકમેળો ચાલુ વર્ષે રાષ્ટ્રીય ફલક પર ઉજાગર થઇ રહ્યો છે. માધવપુરના ગ્રામજનોમાં હર્ષ અને ઉત્સાહ છે. ભગવાન માધવરાય ના લગ્ન પ્રસંગ ની તૈયારીઓ કરી રહેલા જાનૈયા અને માંડવીયા તેમજ માધવરાય અને રૂક્ષ્મણી મંદિર દ્વારા પણ તૈયારીઓ થઈ રહી છે. કવિ મનોજ ખંડેરિયા ના શબ્દોમાં અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા એમ ગ્રામજનો -આયોજકો- સરકારી તંત્રના કર્મયોગીઓ સૌને આવકારવા સુસજ્જ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય ઉત્તરપૂર્વીય રાજ્યો ના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકારવા – બહારથી આવનાર પ્રવાસીઓ ભક્તો ને માધવપુરમાં આવકારવા અને લોકમેળો આનંદનો અવસર બને તે માટે ગુજરાત સરકારના સંબંધિત વિભાગો અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર જહેમત ઉઠાવી રહ્યુ છે.

તા.૧૦ એપ્રિલના રોજ સાજે ૬ કલાકથી શરૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સરકારી તંત્ર દ્વારા મુખ્ય કાર્યક્રમ ની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચાર દિવસ સુધી જાણીતા કલાકારો અને કલાવૃંદ સહિત વિવિધ કૃતિઓ માટે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. કલાકારોને પણ આવકારવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારત અને સરકાર દ્વારા ઉપલબ્ધ જન સેવાઓ ને પ્રોત્સાહિત કરવા વિવિધ સ્ટોલ નિદર્શન પણ રાખવામાં આવ્યું છે.

Madhavpur Mela, Tripura student participate

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માધવપુર મેળાનો સાંસ્કૃતિક સમન્વય સાથે ઉલ્લેખ કર્યો છે. માધવપુરમાં રહેલા પૌરાણિક અવશેષો ,સાંસ્કૃતિક ધરોહરો, કુદરતી સૌંદર્યતા, સ્વચ્છ દરિયા કિનારો, સ્વચ્છતા આબોહવા, મધુવનની માધુર્યતા અને શ્રી વિષ્ણુ- માધવરાય મંદિર સહિતનો ૧૧ મી સદીનો સમૃદ્ધ વારસો આ બધું પ્રવાસીઓ માણે અને ટુરીઝમ સર્કિટ નો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા પણ બહુઆયામી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો..Sonam Kapoor latest photoshoot: સોનમ કપૂરે પ્રેગ્નેન્સી દરમિયાન રાજસી લૂક માં ફોટોશૂટ કરાવ્યું; જુઓ ફોટોગ્રાફ્સ

Gujarati banner 01