Mahashivratri celebration in ambaji

Mahashivratri celebration in ambaji: અંબાજીમાં મહાશિવરાત્રીએ ભગવાન ભોલેનાથની વિશાળ પાલખીયાત્રા નીકાળવામાં આવી

Mahashivratri celebration in ambaji: અંબાજીમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા આ શિવરાત્રીએ ભગવાન ભોલે નાથ ની વિશાળ પાલખીયાત્રા નીકાળવામાં આવી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 18 ફેબ્રુઆરી: Mahashivratri celebration in ambaji: આજે મહાશિવરાત્રી છે ને કોરોનાના બે વર્ષ બાદ આ વખતે શિવરાત્રીમાં ભક્તો શિવમય બનેલા જોવા મળી રહ્યા છે. અંબાજી પંથકના શિવાલયોમાં શિવભક્તોનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે તો કેટલાક શિવાલયોમાં લઘુરુદ્ર યજ્ઞો પણ થતા જોવા મળ્યા હતા.

અંબાજીના કૈલાશટેકરી મહાદેવજીના મંદિરે સંસ્કૃત પાઠશાળાના બટુક વિધવાનો દ્વારા હોમહવનની પ્રક્રિયા કરવામાં આવી હતી. જયારે માણેશ્વર મંદિરમાં પણ યજ્ઞ થતા જોવા મળ્યા હતા. કૈલાશ ટેકરી મહાદેવજીના મંદિરે છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવી બપોરે વિશેષ આરતી પૂજારી દ્વારા કરવામાં આવી હતી.

જોકે શિવરાત્રી પર્વને લઈ શિવ ભક્તો મોટા ભાગે ઉપવાસ કરતા હોવાથી અંબાજી પંથક ના શિવાલયોમાં ફરાળી વાનગી નો પ્રસાદ વેચવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે લોકોના અનેક મેળાવડાઓ બંધ રહ્યા હતા ત્યારે બે વર્ષ બાદ અંબાજીમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા આ શિવરાત્રીએ ફરી એક વાર ભગવાન ભોલેનાથની વિશાળ પાલખીયાત્રા નીકાળવામાં આવી હતી.

જે પૌરાણિક શિવમંદિરથી નીકળી અંબાજી ના તમામ શિવાલયો ખાતે સ્વાગત કરાવી કૈલાશ ટેકરી મંદિરે પહોંચે અંબાજી પંથક માં શિવાલયો જ નહીં પણ સમગ્ર અંબાજી શિવમય બન્યું હોય તેવુ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: BSNL Cricket tournament: BSNL દ્વારા અમદાવાદમાં 19મી ઓલ ઇન્ડિયા BSNL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો