Mamta benerjee image

Mamata banerjee targets gujarat police: ગુજરાત પોલીસ પર ભડક્યા મમતા બેનર્જી, જાણો શું છે સમગ્ર મામલો…

Mamata banerjee targets gujarat police: ગુજરાત પોલીસે દિલ્હીમાં બંગાળ સરકારના ગેસ્ટ હાઉસમાં ખોટી રીતે સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા: મમતા બેનર્જી

અમદાવાદ, 17 જાન્યુઆરી: Mamata banerjee targets gujarat police: તૃણમૂળ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેની ધરપકડને લઈને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાત પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ગોખલેની ધરપકડ બાદ ગુજરાત પોલીસે દિલ્હીમાં બંગાળ સરકારના ગેસ્ટ હાઉસમાં ખોટી રીતે સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા હતા. તેમનું એ પણ કહેવું હતું કે આ કામમાં દિલ્હી પોલીસે ગુજરાત પોલીસની મદદ કરી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવ એચ.કે. દ્વિવેદીને સૂચના આપી છે કે ભવિષ્યમાં જે કોઈ ગેસ્ટ હાઉસના પરિસરમાં પરવાનગી વિના પ્રવેશ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મુર્શિદાબાદના સાગરદિઘીમાં એક સરકારી કાર્યક્રમમાં સભાને સંબોધતા, તેમણે કહ્યું, “ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી નવી દિલ્હીમાં બંગા ભવનના CCTV ફૂટેજ કબજે કર્યા હતા.

હું આ ઉદ્ધતાઈની નિંદા કરું છું. બંગા ભવન એ બંગાળ સરકારની સંપત્તિ છે અને હું મુખ્ય સચિવને કહેવા માંગુ છું કે જો કોઈ વ્યક્તિ પરવાનગી વિના પરિસરમાં પ્રવેશ કરે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

સાકેત ગોખલેની ત્રીજી વખત ધરપકડ કરવામાં આવી હતી

તેમણે વધુમાં કહ્યું કે TMCના એક સામાજિક કાર્યકરની ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી ધરપકડ કરી છે. એકવાર રાજસ્થાનના એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ પણ બંગાળ ભવનમાં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Ban on paper cups: હવે પેપર કપ પર પ્રતિબંધ, 20 જાન્યુઆરી સુધી સમજાવામાં આવશે ત્યાર બાદ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો